અદાણી દહેજ પોર્ટ ખાતે ૭૯ મા ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન ટીમના સંકલનમાં અદાણી દહેજ પોર્ટ, સેફ્ટી એક્સેલન્સ સેન્ટર ખાતે લખીગામ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સલામતી મોડ્યુલનું જીવંત પ્રદર્શન જોયા હતા અને કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમને ફાયર સેફ્ટી પ્રાથમિક તાલીમ પણ આપવામાં આવી હતી. એમની સાથે શાળાના શિક્ષક પણ જોડાયા હતા. આ પહેલા લખીગામની મહિલાઓનો સમૂહએ પણ સેફ્ટી એક્સેલન્સ સેન્ટરની મુલાકાત લીધી એમને Home Fire safety માટેની તાલીમ આપવામાં આવી હતી.
શાળાના વિદ્યાર્થીઓએ અને મહિલાઓ સૌ માટે આ પ્રકારની પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત અને પ્રાથમિક તાલીમ બાળકો અને મહિલાઓને જીવનમાં ખૂબ ઉપયોગી સાબિત થશે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓ અને મહિલાઓના સમૂહ સાથે શિક્ષણ, તાલીમ, આરોગ્ય જેવી અનેકવિધ પ્રવૃતિ કરવામાં આવે છે. આ પ્રકારના કાર્યક્રમો થકી સ્થાનિક રહીશો અદાણી દહેજ પોર્ટની પ્રવૃતિ અને કાર્યથી વાકેફ થાય છે.
અદાણી દહેજ પોર્ટ ખાતે સ્થાનિક વિદ્યાર્થી અને મહિલાઓ સાથે ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરાઇ.
Advertisement