Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજથી રાજસ્થાન જતા ટેન્કરમાંથી ફીનોલ ચોરી ડ્રાઈવર ટેન્કર મૂકી ફરાર

Share

દહેજથી ₹25.16 લાખનું ફીનોલ ભરી રાજસ્થાન નીકળેલ ટેન્કર જયપુર-દિલ્હી એક્સપ્રેસ વે ઉપર ખાલી હાલતમાં મળી આવતા દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ગાંધીધામમાં બ્રધર્સ ટ્રાન્સપોર્ટ ચલાવતા ભાવેશ મરંડે તેમના 10 ટેન્કર પૈકી એક ટેન્કર દહેજ મોકલું હતું. રાજસ્થાનથી કેમિકલ વાપી ખાલી કરી આવનાર ટેન્કર ચાલકને દહેજ મોકલાયો હતો. ગત 8 ફેબ્રુઆરીએ ટેન્કર નંબર GJ 12 AZ 7447 લઈ બાડમેર રહેતો ડ્રાઈવર ભેરારામ દહેજની દીપક ફીનોલેક્સ કંપનીમાં પોહચ્યો હતો.

Advertisement

જ્યાં ટેન્કરમાં 24 ટન મોલટન ફીનોલ કિંમત રૂપિયા 25.16 લાખનું ભરી રાજસ્થાનની એગ્રો એલાઈડ કંપનીમાં પોહચાડવા નીકળ્યો હતો. જોકે ટેન્કર 11 ફેબ્રુઆરી સુધી નહિ પહોંચતા વાહનમાં લાગેલ GPS ચેક કરતા જયપુર-દિલ્હી એકસપ્રેસ વે ઉપર બ્રિજ નીચે માલુમ પડ્યું હતું. જ્યાં અન્ય સ્થાનિક ડ્રાઈવરને મોકલતા ટેન્કર ખાલી હોવાનું જણાયુ હતું. જે સંદર્ભે ટ્રાન્સપોર્ટ માલિકે શનિવારે દહેજ દોડી આવી મરીન પોલીસ મથકે ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.દોઢ મહિના પહેલા જ ટેન્કર ડ્રાઈવર તરીકે લાગેલો શખ્સ 24 ટન ફીનોલ બારોબાર સગે કરી ફરાર થઇ જતા હવે તેની શોધખોળ આરંભી છે.


Share

Related posts

એક નહી બે નહી પણ 43 વાર કોરોનને માત આપી લંડનના આ 72 વર્ષીય શખ્સે..જાણો વધુ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ચાર ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ૯ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!