Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજની ઓપાલ કંપની ખાતે સફળતાપુર્વક મોકડ્રીલ યોજાઇ.

Share

દહેજના અંભેટા ગામ પાસે આવેલી ઓએનજીસી પેટ્રો એડીશન ( ઓપાલ) કંપની કર્મચારીઓ અને આસપાસ આવેલાં ગામડાઓના લોકોની સલામતી અને સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપે છે. આપત્તિ કે અકસ્માતના સમયે બચાવ અને રાહત કામગીરીની સજજતાની નિયમિતરીતે ચકાસણી કરવામાં આવતી હોય છે. હાલમાં કંપની ખાતે ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપના વડા અને ભરૂચ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તારીખ 28 મી સપ્ટેમ્બર 2022 બુધવારના રોજ એલપીજી ગેસ લીકેજની લેવલ-3ની મોકડ્રીલનું સફળતાપુર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના નાયબ નિયામક, વાગરાના મામલતદાર, જીપીસીબીના ભરૂચ ખાતેના રીજીયોનલ મેનેજર, દહેજ મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ, પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી તેમજ અંભેટા અને આસપાસ આવેલાં ગામના સરપંચો અને આગેવાનો હાજર રહયાં હતાં.

Advertisement

મોકડ્રીલ દરમિયાન ગેસ લીકેજની ઘટનામાં કંપનીની બચાવ અને રાહત અંગેની તૈયારીઓનું નિર્દશન કરવામાં આવ્યું હતું તેમજ ગામલોકોને પણ તેમની સલામતી માટે તાત્કાલિક શું પગલાં ભરવા તેની સમજ આપવામાં આવી હતી. ઓપાલની આજુબાજુ આવેલી કંપનીઓના સેફટી હેડ અને સ્ટાફ પણ મોકડ્રીલમાં હાજર રહયો હતો.


Share

Related posts

અંકલેશ્વર ખાતે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને કાકા-બા હોસ્પિટલ દ્વારા સેમિનાર યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ : જિલ્લાના શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજના મેદાનમાં ઇન્ટર કોલેજ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી

ProudOfGujarat

ખેડા જિલ્લામાં 10 નગરપાલિકાનાં રૂ.૧૪.૨૮ કરોડના વીજ બિલ બાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!