Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ : ગલેન્ડા ખાતે આવેલ ત્રિમૂર્તિ ફેબ્રિકેટર્સ કંપનીમાં થયેલ એસ.એસ.ની ચોરીનો ભેદ ઉકેલી પાંચ ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગ્લેન્ડા ગામે આવેલ ત્રિમૂર્તિ ફેબ્રિકેટર્સ કંપનીમા થયેલ એસ.એસના સામાનની ચોરીનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ભરૂચ એલ.સી.બી પોલીસે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.6/6/22 નાં રોજ રાત્રીના સમયે દહેજ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ ગ્લેન્ડા ગામે ત્રિમૂર્તિ ફેબ્રિકેટર્સની પ્રાઇવેટ લિમિટેડમાથી રૂપિયા 3,87,734 ના એસ.એસ ના સામાનની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમ્યાન હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા બાતમી અને હકીકતના આધારે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. (1) આકાશ ઉર્ફે કાલુ હીરામણિલાલ વસાવા (2) મોન્ટુ સિદ્ધેશ્વર પાસવાન (3) મોહિત રાજેશ પાલ (4) દિનેશકુમાર ધેવરચંદ જૈન (5) સુરેશ મોહનલાલ જૈનને એલસીબીની ટીમે ઝડપી લઇ તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ એસ.એસ ના પાઈપો, મહિન્દ્રા પિકઅપ ગાડી, મોબાઇલ ફોન મળી કુલ રૂ. 8,50,734 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી તેમજ વીજ પુરવઠો બંધ રખાશે

ProudOfGujarat

દાહોદમાં મળી આવેલ બાળકી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ હાલોલ ખાતે રાખવામાં આવી.

ProudOfGujarat

લો કાર લો બાત…ભરૂચ જિલ્લામાં દેશી દારૂ ના બુટલેગરો દારૂ ના વાહન માટે તવેરા ગાડી નો ઉપયોગ કરે છે……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!