ભરૂચમાં આવેલ દહેજની રિલાઇન્સ કંપનીમાંથી RELPET QH5821 (સફેદ પાવડર) નો માલ વિશ્વાસધાત કરી છેતરપિંડીથી સગેવગે કરેલ જે ભરૂચની દહેજ મરીન પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર તા.26/3/22 નાં રોજ દહેજ મરીન પોલીસ વિસ્તારમાં આવેલ રિલાઇન્સ કંપનીમાંથી ટ્રેલર નં.RJ-06-GC-6983 માં RELPET QH5821 સફેદ પાવડર બેગ નંગ 36, મૅટ્રિક ટન 41,400 કિં.રૂ.60,33,222 નો માલભરી ઉતરાખંડ રાજ્યના સિતારગંજ ઉધમસીંગનગર વિસ્તારમાં આવેલ પારલે એગ્રો પ્રા.લિ.માં જવા નીકળેલ હોય પરંતુ ટ્રકના ડ્રાઈવર રાજુલાલ અંબાલાલ મીણા રહે.રાજસ્થાન અજાણ્યા વ્યક્તિ સાથે મળી આ સફેદ પાવડરને પારલે પ્રા.લિ. માં ના પહોંચાડયો અને રસ્તામાં જ માલને સગેવગે કરી દીધેલ હોય, આથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટિલ તથા દહેજ મરીન પોલીસની સૂચના અનુસાર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા મુદ્દામાલ તથા આરોપીનું પગેરું શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવતા મરીન પોલીસની બે ટિમ તાત્કાલિક રાજસ્થાન મોકલી આપવામાં આવેલ આથી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સની ઊંડાણપૂર્વકની તપાસ કરતાં ઉપયોગમાં લીધેલ ટ્રેલર નં.RJ-32-GB-5194 રાજસ્થાનનાં વિજ્ઞાનનગરથી મળી આવેલ હોય તેમજ સફેદ પાવડર જયપુરના બસ્સી પોલીસ સ્ટેશન અખીપુરા ગામથી ભરૂચ પોલીસે સંપૂર્ણ મુદ્દામાલ RELPET QH5821 સફેદ પાવડર બેગ નંગ 36, મેટ્રિક ટન 41,400 કિં.રૂ.60,33,222 કબ્જે કરી ફરાર આરોપી રાજુલાલ અંબાલાલ મીણા, સીતારામ ઉર્ફે સિયારામ રામાવત્ર રહે.જયપુર રાજસ્થાન, ટ્રેલરના માલિક સીતારામ રામકિશન મીણા અને ટ્રકના ચાલકને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથધરી છે.