દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દહેજ સ્થીત ઓમ ઓર્ગેનિક્સમાં મોડી રાતે ૨ વાગે પ્લાન્ટમાં અચાનક કોઇ કારણોસર બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે પ્લાન્ટમાં આસપાસ કામ કરતા કામદારો દૂર સુધી ફંગોળાઈ ગયા હતા.
ગત મોડી રાતે ભરૂચના દહેજમાં આવેલી API અને ઇન્ટરમિડિયેટ્સનું ઉત્પાદન કરતી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ કાટી નીકળી હતી. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન જ બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
આ બનાવને પગલે ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે, 6 લોકોના દાઝી જવાથી મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી છે. આગ એટલી વિકરાળ હતી કે, કંપનીમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ કંપનીમાં ફાયર સેક્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ઓમ ઓર્ગેનીક પ્રાઇવેટ લીમીટેડ, દહેજ. ફેઝ -૩ બ્લાસ્ટમાં મરણ જનાર :
૧. ઓપરેટર – પારસનાથ રામ ઇકબાલ યાદવ મુળ રૂચીખંડ, હાલ રહે. સેફરોન સીટી જોલવા,તા. વાગરા, જી. ભરૂચ.
૨. લેબ ટેકનીશ્યન – જયદિપભાઇ પ્રભુદાસભાઇ બાંમરોલીયા મુળ. જૂનાગઢ હાલ રહે, ૧૪ અશ્વિન સોસાયટી,ખોડીયાર નગરરોડ, તા.
વાગરા.જી.ભરૂચ,
૩. હેલ્પર – રામુભાઇ ઊર્ફે પ્રકાશ મંગળદાસ વસાવા મૂળ રહે ભગવડ, તા. સાગબારા, જી. નર્મદા હાલ રહે. ઓમ ઓર્ગેનીક કંપની કંમ્પાઉન્ડ.
૪. હેલ્પર – પુનીત મોતી મહંતો હાલ રહે. ઓમ ઓર્ગેનીક પ્રાઇવેટ લીમીટેડ, વાગરા. મુળ રહે. વઘમરી ગામ, જી. પલામું. ઝારખંડ
૫. ઓપરેટર – તિરથ કુંજીલાલા ગડારી હાલ રહે, ઓમ ઓર્ગેનીક પ્રાઇવેટ લીમીટેડ, વાગરા, મુળ રહે. જાજાગઢ(એમ.પી)
૬. ઓપરેટર – રતન કુશવાહ હાલ રહે. ઓમ ઓર્ગેનીક પ્રાઇવેટ લીમીટેડ, વાગરા, મુળ રહે. ગામ કુવા જી. પ્રયાગરાજ (યુ.પી)
હારુન પટેલ : ભરૂચ