બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જાનવી કેમિકલ કંપનીના પ્લાન્ટમાં કામ કરતા ૨૦ વર્ષીય રોહિત કુમાર તેર્ગુ નાથ ઠાકોર નામના કામદારનો પગ લપસી જતા તે કેમિકલની અંદર પડી જતા તેને સારવાર અર્થે પ્રથમ ભરૂચ અને ત્યાર બાદ વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા દહેજ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મહત્વની બાબત છે કે જિલ્લા ઉધોગોમાં અવારનવાર આ પ્રકારે કંપનીઓમાં થતા અકસ્માતોની ઘટનાઓમાં અનેક કામદારો એ અત્યાર સુધી પોતાના જીવ ગુમાવ્યા છે તો અનેક કામદારો ઇજાઓ પામી ચુક્યા છે ત્યારે વધી એક ઘટના જાનવી કેમિકલમાંથી સામે આવતા કામદારને સેફટી અંગેના સાધનો આપ્યા હતા કે કેમ તે બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે.
Advertisement