Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજના જોલવા ગામે નોકરીમાંથી કાઢી મૂકવા બાબતે મારામારી થતા એકનું મોત.

Share

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામની રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલ શિવમ કોમ્પલેક્ષના રૂમ નંબર ૨૦૩ માં રહેતા સંતોષરાય શંકરરાય ઉંમર વર્ષ ૩૫ નાઓ પાસે શિવમ કોમ્પલેક્ષના ૨૦૨ માં રહેતા વિરેન્દ્ર યાદવ તથા અન્ય બે અજાણ્યા વ્યક્તિઓએ આવી સંતોષ રાયને જણાવ્યું હતું કે તમોને કંપનીમાંથી કાઢી મૂક્યા હવે નવું કામ શોધી લો તેમ કહી બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતાં વિરેન્દ્ર યાદવ સહિત અન્ય અજાણ્યા બે વ્યક્તિઓએ સંતોષ રાયને માર માર્યો હતો અને નજીકમાં જમીન ઉપર પડેલો સિમેન્ટનો બ્લોક સંતોષ રાયના માથામાં મારી દેતા તેને ગંભીર અવસ્થામાં લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવતા મોડી રાત્રિએ મોત થતાં પોલીસે વિરેન્દ્ર યાદવ સહિત અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : વીજ કંપનીના ફરિયાદ કેન્દ્ર પર ફરિયાદ આપનાર જાગૃત મહિલાને અનેક સવાલો કરી હેરાનગતિ કરતી કર્મચારી મહિલા કર્મચારી

ProudOfGujarat

રાજપીપળા જકાતનાકા થી વડીયા ગામ સુધીનો રસ્તો નહી બનતા ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું.

ProudOfGujarat

ભરૂચ : રાજપારડી પોલીસે લાખોની મત્તાનો જુગારનો કેસ શોધી કાઢયો : પાંચની ધરપકડ : બે ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!