દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021 નો ભવ્ય સમાપન સમારોહ 27 મી ઓક્ટોબર, 2021 ના રોજ બપોરે 3:30 કલાકે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરિકે દુષ્યંતભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય-ભરૂચ અતિથિ વિશેષ તરીકે મારુતિસિંહ અટોદરીયા – પ્રમુખ ભાજપ, ભરૂચ જીલ્લા અને બળદેવભાઈ પ્રજાપતિ – પ્રમુખ અખિલ ભારતીય કાર્ય સમિતિ લઘુ ઉદ્યોગ ભારતી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધર્મેશ મિસ્ત્રી, જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અને વિવિધ ઉદ્યોગો, DIA, દહેજ – SEZ સહિત ના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021 નું 25 મી ઓક્ટોબર 2021 થી 27 મી ઓક્ટોબર 2021 દરમિયાન દહેજ, ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઔદ્યોગિક એક્સ્પો દહેજ ઔદ્યોગિક વિસ્તારમા આ પ્રકારનો પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો હતો. દેશના વિવિધ ભાગોમાંથી લગભગ 450 સપ્લાયર્સ/વિક્રેતાઓએ આ એક્સ્પોમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, સિવિલ વિગેરે સેગમેન્ટના તેમના ઉત્પાદનો અને સાધનોનુ પ્રદર્શન કર્યુ હતુ. આ ઔદ્યોગિક એક્સ્પોને અસાધારણ પ્રતિસાદ મળ્યો હતો અને દેશભરમાંથી 15,000 થી વધુ કંપનીઓના પ્રતિનિધિઓએ આ એક્સ્પોની મુલાકાત લીધી હતી. આ એક્સ્પો દ્વારા વિવિધ સપ્લાયર્સ અને ખરીદદારો એક જ પ્લેટફોર્મ પર આવ્યા હતા અને તમામ હિતધારકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી.
આ એક્સ્પોનું આયોજન દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને એડી’સ પેજ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર દહેજ વિસ્તાર મા ફેલાયેલા વિવિધ ઉદ્યોગોની લાંબા સમયથી પડતર માંગણી હતી કે બિઝનેસમાં સરળતા માટે અને તેમના ડિમાન્ડ-સપ્લાય ઑપરેશન્સના લાંબા ગાળાના સોલ્યુશન માટે સપ્લાયર્સ અને ઉદ્યોગો ને એક મંચ પર લાવવા માટે આવા એક્સ્પોનું આયોજન કરવામાં આવે. આ એક્સ્પોની ભવ્ય સફળતાથી દહેજ-ભરૂચ વિસ્તારના હાલના તેમજ આવનારા ઉદ્યોગોને લાભ મળશે. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રઘુનંદન ભદોરિયા અને ટીમ દ્વારા કરવામા આવેલ હતુ.
“દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021” નો સમાપન સમારોહ યોજાયો.
Advertisement