Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ આમોદ રોડ ઉપર નીલ ગાય અને બાઈક વચ્ચે અકસ્માત : બે ને ઈજા એકનું મોત નીપજ્યું

Share

આજરોજ દહેજ આમોદ રોડ ઉપર વજાપુર પાટિયા પાસે એક બાઈક પર ત્રણ યુવકો જઈ રહ્યાં હતાં તે દરમિયાન એકાએક એક ગાય ત્યાંથી પસાર થતાં બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું અને તેઓ ગંભીર રીતે પટકાયાં હતાં જેમાં ૨ બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને એકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું જેથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

રસ્તે રખડતાં પશુને કારણે મોતના કિસ્સાઓ ઘણા વધી રહ્યા છે ત્યારે દહેજ આમોદ રોડ પર પણ આજરોજ તે જ ઘટના બનવા પામી હતી . દહેજ આમોદ રોડ પર વજાપુર પાટિયા પાસે એક બાઈક પર ત્રણ યુવાકો પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક ગાય એકદમ જ વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે બાઈક ચાલકે એકાએક બ્રેક લગાવતાં તેઓ બાઈક સાથે ઘસડાઈ ગયા હતાં અને તેઓને ગંભીર ઈજાઓ પહોચી હતી. ગંભીર ઇજાઓના પગલે એક યુવકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું અને બે ને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે, ત્યારે રસ્તે રખડતાં ઢોરોને કારણે અકસ્માતોનું જોખમ ઘણું વધવા પામ્યુ છે .

Advertisement

Share

Related posts

વલસાડમાં દીપડાનો આતંક, બે મહિલાઓ પર હુમલો કર્યો

ProudOfGujarat

રાજપીપળામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જતા પ્રજામાં રોષ : સમસ્યા નિવારવા કાર્યપાલક ઇજનેર અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઇદ- ઉલ -અઝહાની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!