Proud of Gujarat
GujaratFeaturedINDIA

દહેજ : સુવા ગામે પાંચ ગાય અને એક વાછરડાનું કન્ટેનર સાથે અથડાતા મોત : ગામવાસી દ્વારા સમાધી અપાઈ.

Share

દહેજના જોલવા ગામની આગળ સુવા ગામ નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મળસ્કે સવારના ચાર પાંચ વાગ્યાના ગાળામાં પાંચ ગાય અને એક વાછરડુ મળી કુલ 6 ગાયને કન્ટેનર ગાડીએ કચડી નાંખી હતી. આ ઘટનાની જાણ થતાં સુવાગામનાં ગૌ સેવા માલધારી સેના અને ટાયગર બ્રધર્સ ગ્રૂપ દ્વારા ગૌ સમાધી આપવામાં આવી હતી.

સુવા ગામના ગૌ સેવા માલધારી સેના અને ટાયગર બ્રધર્સ ગ્રુપના આગેવાનો રધુ(નાથુ ) વણઝારા ભરૂચ, મેહુલ ભરવાડ ભરૂચ, ભાવેશ ભાઇ વૈષ્ણવ સુવા, હરેશભાઇ ‌ગોહીલ સુવા,અંકુર આહીર વાગરા, દિનેશભાઈ આહીર વાગરા વગેરેએ ગાયો અને એક વાછરડાની સમાધિ અર્થે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો અને તે ખાડામાં મૃત પામેલી પાંચ ગાય અને એક વાછરડાને દાટી દઈને તેમના પર કપડું મૂકીને ઉપરથી માટી પાથરી દેવામાં આવી હતી અને પશુઓને સમાધિ આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ એ ધરણાં કર્યા.

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશન નજીક માલગાડી નીચે પડતું મૂકી એક યુવકે આત્મહત્યા કરી..

ProudOfGujarat

ઝઘડીયાના રાજપારડી ખાતે ૭૨ માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!