Proud of Gujarat
GujaratFeaturedINDIA

દહેજની GACL કંપનીના પ્લાન્ટમાં મુકેલા ઇન્સ્ટુમેન્ટ કેબલના ડ્રમમાંથી લાખોની મત્તાની ચોરી.

Share

દહેજની જી.એ.સી.એલ. કંપનીના પ્લોટમાં બાંધકામ કરી રહેલ ગેલેક્ષી આઈ.ઇ.સી.ઈન્ડિયાના સામાનને તસ્કરોએ નિશાન બનાવી કંપનીના કમ્પાઉન્ડમાં રહેલા ઇન્સ્ટુમેન્ટ કેબલના ડ્રમમાંથી રૂ. 17.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દહેજ જી.આઈ.ડી.સી.માં જી.એ.સી.એલ. કંપનીના પ્લોટ નંબર-સી.એચ.-17 માં નવા પ્લાન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે.

જે પ્લાન્ટનું ઇન્સ્ટુમેન્ટ ઇંટોલેશન, કેબલ ટ્રે વર્ક, ટ્યુબિંગ વર્ક અને ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ વર્ક કરવા માટે ગેલેક્ષી આઈ.ઇ.સી.ઈન્ડિયા કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. ગત તારીખ. 25-5-21 બાંધકામ શરૂ કર્યું છે.

Advertisement

કંપનીના કમ્પાઉન્ડ ખાતે અલગ અલગ પ્રકારના 13 ઇન્સ્ટુમેન્ટ કેબલના ડ્રમ મૂકવામાં આવ્યા છે. કેબલમાંથી પાઇપ રેકમાં લગાવવાનું કામ ચાલી રહ્યું છે તે દરમિયાન ગત તારીખ. 28-6-21 ના રોજથી 9 મી ઓગસ્ટના રોજ સુધીમાં તસ્કરોએ કંપનીને નિશાન બનાવી હતી અને કંપનીના કમ્પાઉન્ડમાં રહેલ 13 ઇન્સ્ટુમેન્ટ કેબલના ડ્રમ પૈકી સાત ડ્રમમાંથી 4854 મીટર કેબલ મળી કુલ 17.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગેની જાણ કંપનીના એક્ઝિક્યુટિવને થતાં તેઓએ દહેજ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે.


Share

Related posts

ચોરીની સાત એકટીવા મોટરસાયકલ સાથે વાહનચોરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

પંચમહાલ ખાણખનિજ વિભાગે કરોડોની વસૂલાત કરતા ભૂમાફિયા ઓમાં ફફડાટ ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

અમદાવાદ જીલ્લાનાં ધોળકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!