આજરોજ બપોરના સમયે દહેજ રો રો ફેરી સર્વિસ જેટીની બાજુમાં રો-પેક્સ શિપને પુશીંગ કરવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં ૭ જેટલા ક્રુ મેમ્બર્સ પોતાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન એકાએક વસિલ-૦૩ નામનું ટગ પાણીમાં પલ્ટી મારી ગયું હતું. ત્યારબાદ વસિલ-૦૩ ટગમાં સવાર કુલ ૭ ક્રુ મેમ્બર પૈકી ૬ જેટલા ક્રુ મેમ્બર મળી આવ્યા હતા. ટગના માસ્ટર હીરાલાલનો હાલ સુધી કોઈ પત્તો ન લાગ્યો હોવાથી પાણીમાં તેઓ ગરકાવ થઈ ગયા હોવાની આશંકા વર્તાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ દહેજ મરિન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હતી.
Advertisement
આ ઉપરાંત દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસને અવાર નવાર આવા વિઘ્નનો સામનો કરવો પડે છે તો શું આવનાર સમયમાં કોઈ મોટી હોનારત થઈ ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની…???