દહેજ પોલીસ સ્ટેશન તેમજ દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીઆઇડીસી વિસ્તાર તથા સેજ વિસ્તાર આવેલા છે જીઆઇડીસી વિસ્તારમાં નાના-મોટા અસંખ્ય ઉદ્યોગો આવેલાં છે જેમાં નોકરી ધંધાર્થે પરપ્રાંતીય શ્રમિકો મોટી સંખ્યામાં આવી દહેજ વિસ્તારમાં રહેતા હોય ચોરી લૂંટ,ઘાંડ મારામારીના ગુનાઓ બનતા હોય છે તેમ દહેજ પોલીસ સ્ટેશનમાં દહેજ ભરૂચ હાઈવે તથા દહેગામ હાઇવે પસાર થતા હોય અકસ્માતનો બનાવ બનતા હોય છે આ ઉપરાંત કંપનીમાં પણ નાના-મોટા અકસ્માતના બનાવો બને છે. તેમજ શ્રમિકો દ્વારા હડતાલ અને અન્ય રજૂઆતો કરવામાં આવે છે. ત્યારે દહેજ ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન તરફથી દહેજ પોલીસ અને મરીન પોલીસને એક એક જીપ કરવામાં આવેલ છે. પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી વાઘેલાના વરદ હસ્તે દહેજ પોલીસ અને દહેજ મરીન પોલીસને બોલેરો જીપ આપવામાં આવી હતી. આ પ્રસંગે દહેજ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના સેક્રેટરી સુનિલ ભટ્ટ તથા ખજાનચી જીતેન્દ્ર રાજપુત તથા મહેન્દ્રસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
દહેજ તથા દહેજ મરીન પોલીસ સ્ટેશનને એક બોલેરો જીપ ફાળવી પોલીસ ખાતાને મદદરૂપ બનતું દહેજ ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન
Advertisement