Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ જી.આઈ.ડી.સી માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં ફરી આગ લાગતા ભયનું વાતાવરણ ફેલાયું.

Share

કેટલાક દિવસો અગાઉ દહેજ મરીન પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં મોટી આગ લાગી હતી. આ આગનાં બનાવમાં 10 જેટલા કામદારો અને કર્મચારીઓનાં કરૂણ મોત નીપજયા હતા. જે અંગે પોલીસ કેસ પણ નોંધવામાં આવ્યો છે તે સાથે જંગી રકમનો દંડ પણ જવાબદાર વ્યક્તિને કરવામાં આવ્યો હતો. હાલ આ બનાવ અંગે તપાસ ચાલી રહી છે. તેવામાં તા. 22/8/2020 ના રોજ ફરી યશસ્વી કંપનીમાં આગ લાગતા આજુબાજુના ગામોના લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ કુલીગ ટાવરમાં વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી હતી. આ બનાવનાં પગલે નાસભાગ મચી ગઈ હતી. હાલ મળતી માહીતી મુજબ કોઈ નુકશાન થયેલ નથી મરીન પોલીસ દહેજ બનાવ અંગે કાર્યવાહી કરી રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરાના નવાયાર્ડમાં પકડાયેલું માસ ગૌવંશનું હોવાનું ખુલતાં ત્રણ સપ્લાયર સહિત 8 સામે ગુનો.

ProudOfGujarat

માંગરોળમાં 56 પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થતાં પશુપાલકો ચિંતિત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોવિડ રસીકરણ ૧૧.૮૭ લાખ અને ભારતમાં કોરોના વેક્સિનેશન ૧૦૦ કરોડને પાર કરતાં ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!