Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગંધાર પેટ્રોકેમિકલ્સ કર્મચારી યુનિયન દ્વારા દહેજ ખાતે કોવિડ હોસ્પિટલ ઊભી કરવા મુકેશ અંબાણીને રજુઆત કરવામાં આવી.

Share

ભરૂચ જીલ્લાનાં દહેજ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ પામેલ વિસ્તારમાં કોરોનાની સારવાર અંગે કોઈ હોસ્પિટલ નથી. જેથી ગંધાર પેટ્રોકેમિકલ્સ કર્મચારી યુનિયન આઈ.પી.સી.એલ. દહેજ દ્વારા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પત્ર લખી આ વિસ્તારમાં અદ્યતન કોવિડ હોસ્પિટલ ઊભી કરવા અંગે વિનંતી કરવામાં આવી છે. શ્રી નીલમકુમાર વાલેચા સાહેબ, સાઇટ પ્રેસિડેન્ટ ડી.એમ.ડી. દહેજ દ્વારા લખાયેલ પત્રમાં જણાવ્યુ છે કે દહેજ ઔદ્યોગિક વિસ્તાર તેમજ આજુબાજુનાં ગામોનાં રહીશો જયારે કોરોના જેવી મહામારીથી પીડાય છે ત્યારે સારવાર અર્થે 150 કી.મી. દૂર વડોદરા ખાતે જવું પડે છે જેથી અઘટિત ઘટના બને છે. જેથી મુકેશ અંબાણી જેવા અગ્રણી ઉદ્યોગપતિને દહેજ વિસ્તારમાં અદ્યતન કોવિડ હોસ્પિટલ ઊભી કરવા પોતાનું પ્રદાન આપવા રજૂઆત કરવામાં આવી છે. ગંધાર પેટ્રોકેમિકલ્સ કર્મચારી યુનિયનનાં પ્રમુખ તરીકે મહેશભાઇ પરમાર પણ જનહિતના કર્યો કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંબિકા જ્વેલર્સ ની લૂંટ અંગે પોલીસ દ્વારા તપાસ

ProudOfGujarat

લૉ કરો વાત…. કલરની આડમાં આયશર ટેમ્પામાં વિદેશી દારૂની હેરાફેરી કરાઈ….જાણો ક્યાં અને કેવી રીતે ?

ProudOfGujarat

વડોદરામાં પુમા કંપનીના નામે ડુપ્લીકેટ ઘડિયાળ અને પર્સનું વેચાણ કરતી બે દુકાનોમાં પોલીસના દરોડા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!