Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજની મેધમની કંપનીમાં શ્રમજીવી મહિલાનું મોત.

Share

મેધમની કંપનીમાં કામ કરતી 20 વર્ષીય શ્રમજીવી મહિલાનું મોત નીપજયું હોવાનો બનાવ બન્યો હતો. આ શ્રમજીવી મહિલા પોતાની માતા સાથે કામ કરી રહી હતી તેવામાં અચાનક બીજા માળેથી નીચે પટકાતાં તેનું મોત થયું હતું. દહેજ પોલીસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે તા.16/7/2020 નાં રોજ સાંજનાં બનાવ બન્યો હતો. જેમાં એક શ્રમજીવી મહિલા ઉ.વ 20 નાં આશરે જેનું નામ જશોદાબેન ભાગોળ હતું તે તેની માતા સાથે કામ કરતા જશોદાબેન અચાનક નીચે પટકાતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી જેના પગલે ઇજાગ્રસ્ત જશોદાબેનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જોકે આ બનાવમાં ચાલતી લોકચર્ચામાં કંપનીની બેકાળજી અને બેદરકારીનાં પગલે આ બનાવ બન્યો હતો. જોકે સાચી હકીકત શું છે તે તપાસ દરમ્યાન બહાર આવે તેમ જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ: ઉમરા ગામે તબેલામાંથી ૧૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી જંબુસર પોલીસ…

ProudOfGujarat

રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 32 શિક્ષણ સહાયકોની પસંદગી.

ProudOfGujarat

ભરૂચ : વ્હાલુ ગામની સીમમાં આધેડ વ્યક્તિની લાશ મળી આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!