તાજેતરમાં જૂન મહિનાના દિવસોમાં દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થતાં 10 કામદારોનાં મોત નીપજયાં હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે સમગ્ર રાજયમાં પ્રત્યાધાત જણાયા હતા. રાજકીય આગેવાનોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી પરંતુ ત્યારબાદ અત્યંત ધીમી ગતિએ તપાસ ચાલી રહી છે. તેવામાં પોલીસતંત્રએ તપાસમાં વેગ લાવતા સદોષ માનવ વધના ગુનામાં બે અધિકારીઓની અટક કરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવેલ છે. આ અધિકારીઓમાં અટલ બિહારી અને ભરત ભુષણનો સમાવેશ થાય છે. જોકે આ બાબતે હજી પોલીસતંત્ર દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી પરંતુ અટક કરાયેલ અટલ બિહારી અને ભરત ભુષણનું કોરોના ટેસ્ટિંગ કરતાં બંનેના કોરોના ટેસ્ટ પોઝીટિવ આવતા તેમણે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે જયારે સંપર્કમાં આવેલ 5 પોલીસ કર્મીઓને પણ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
Advertisement