વાગરા તાલુકાના દહેજ જીઆઇડીસીના સેજ-2 માં આવેલ યશસ્વી રસાયણિક કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન બોઈલર માં બ્લાસ્ટ થતાં ૩૫થી ૪૦ કામદારો ઘાયલ થયા હતા. આજુબાજુની કંપનીમાં પણ બ્લાસ્ટના કારણે લાગેલા આગ થી અસર પહોંચવા પામી છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ વાગરા તાલુકાના લખી ગામ નજીક આવેલ દહેજ જીઆઇડીસી ના સેજ-2 માં આવેલ યશસ્વી રસાયણિક કંપનીમાં આજરોજ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન એકાએક બોઈલર માં બ્લાસ્ટ થતાં કંપનીમાં હાજર કર્મચારીઓનાં જીવ એક તબક્કે તાળવે ચોંટી ગયા હતા. જોકે બ્લાસ્ટ ની ઘટના માં ૩૫ થી વધુ કામદારો ઘાયલ થયા હોવાની વિગતો બહાર આવી છે. બ્લાસ્ટ ની ઘટના એટલી ભયંકર હતી કે આજુબાજુની કંપનીના બારી દરવાજા પણ તૂટી ગયા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે દહેજની યશસ્વી રસાયણિક કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદાર કંપનીની બહાર રસ્તા ઉપર ઘાયલ હાલતમાં દોડી રહ્યો છે તે સારવાર માટે રાહ જોઈ રહ્યો હોવાનું વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં કંપનીની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે.
ઘટના અંગેની જાણ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના મુદ્દે મીડિયા ને માહિતી આપતા પ્રથમ બ્લાસ્ટની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કંપનીમાં બનેલ બ્લાસ્ટની ઘટના અંગે અમે જિલ્લા સમાહર્તા તેમજ જિલ્લા પોલીસ વડાને માહિતી પહોંચાડી રહ્યા છે બ્લાસ્ટની ઘટનામાં ૩૫થી ૪૦ કામદારો ઘાયલ થયા છે તેમની પણ મુલાકાત લીધી છે. હાલ કંપનીમાં ફાયર ફાયટરો આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કંપનીના વચ્ચોવચ આવેલ હાઈડ્રોજન ટેન્ક મુદ્દે તેમણે ઉમેર્યું હતું કે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છે કે હાઈડ્રોજન ટેન્ક સુરક્ષિત રહે નહિતર હજુ ભયંકર ઘટના સર્જાવાની દહેશત છે. આજુબાજુના લકી અને લુવારા ગામના રહીશોને પણ તકેદારી ના ભાગરૂપે સ્થળાંતર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું
દહેજની કંપનીના બ્લાસ્ટ બાદ આગ હજુ કાબૂમાં નહીં આવતાં હાઈડ્રોજન ટેન્ક ફાટી જાય તેવી દહેશત વચ્ચે લુવારા ગામના 2500 લોકો તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે જ્યારે લખીગામ દહેજ આજુબાજુના ત્રણ થી ચાર ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે હાલ તો ૪૦ લોકોને ભરૂચ થી બરોડા હાર્ટ કેર, હિલિંગ ટચ હોસ્પિટલ, ગ્લોબલ સનસાઈન હોસ્પિટલ મા દાખલ કરવામાં આવેલા કામદારો એ સારવાર ચાલી રહી છે. જમા એક કામદારનું ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સવારે 10 વાગ્યે દહેજની યશસ્વી રસાણી કંપનીમાં બોઇલર ફાટવાની ઘટના ને લઈને લાગેલી આગથી આજુબાજુના તમામ ગામોમાં અફરાતફરી મચી હતી ગામલોકો ભયભીત થઈ ગયા હતા ધડાકો એટલો ભયાનક હતો કે ત્રણથી ચાર કિલોમીટરની ધરા એટલે કે ગામોની જમીન મા ધ્રુજારી ઉત્પન્ન થઈ હતી આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના ગામ લોકો પણ બચાવ કામગીરીમાં દોડ્યા હતા તમામ ફાયર ફાયટરો હાલ તો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલું જ નહીં પણ ભરૂચ જિલ્લા કલેકટર પ્રાંત અધિકારી જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો હાલ તો લખીગામ અને લુવારા ગામના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
વાગરા તાલુકાના દહેજ જીઆઇડીસીમાં આવેલ યશસ્વી રસાયણિક કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન બોઈલર માં બ્લાસ્ટ થતાં ૩૦ થી ૩૫ કામદારો ઘાયલ અને ત્રણ ના મોત, મોત નો આંક હજુ વધવાની શક્યતા
Advertisement