વાગરા તાલુકામાં આવેલ દહેજ ઇન્ડસ્ટ્રીઝમાં હાલમાં લોકડાઉનની પરિસ્થિતીમાં હજારો પરપ્રાંતિય કામદારો અટવાય ગયા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ રાજ્યના કામદારો અહીંયા વસે છે. હવે આ મજૂરોની ધીરજ ખૂટી છે. જેથી ગમે તે રીતે પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. કોઈ ટ્રેન મારફતે, કોઈ બસ મારફતે તો કોઈ પગ મારફતે એટલે કે પગપાળા જ નીકળી પડયા છે. આવા જ ચાર પરપ્રાંતીય યુવકો દહેજથી નીકળી વડોદરા તરફ જઈ રહ્યા હતા તેઓએ સ્થાનિક પત્રકાર સાથે પોતની વેદના શેર કરી હતી. પગપાળા અંતર કાપતા દરમિયાન એક સ્થળે પોલીસ રોકી પૂછપરછ કરી હતી અને દયા કરી સો રૂપિયા નાસ્તા પાણીના આપી આગળ જવા દીધા હતા. ત્યારબાદ તેઓ આમોદ પહોંચ્યા હતા. જ્યાં પોતાની વ્યથા કહી હતી. ભૂખ્યા તરસ્યા નીકળેલા ગરીબ મજૂરો સહી સલામત પોતાના પરિવાર અને વતન પહોંચી જાય તેવી અભ્યર્થના છે.
Advertisement