Proud of Gujarat
GujaratFeaturedINDIA

દહેજ ના લખીગામ ખાતે દારૂ બંધની વાત કરનાર યુવાન ઉપર કેટલાક ઇશમોનો હુમલો…

Share

 
જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ લખીગામ પાસે રહેતા સંજય ગોહિલ નામ ના ઇસમે દારૂના અડ્ડા તેમજ દારૂનું વેચાણ થતું હોવાની ઘટના અંગે વીડિયો ઉતારી તેમજ મામલા અંગે પોલીસ વિભાગ માં જાણ કરવાની તજવીજ કરતા યુવાન ને જોઈ ગયેલા સુરેશ રાઠોડ.રાહુલ રાઠોડ.તેમજ દિનેશ બકોરભાઈ તેમજ અન્ય ઈસમોએ  સંજય ગોહિલ નામ ના ઈશમ ને રેલવે ફટાક પાસે લઈ જઇ માર મારી તેને સળગાવી દેવાની તેમજ પોલીસ ને હપ્તો આપીએ છે અને તને મારી નાખવા માટે જ કહ્યું છે કારણ કે તું હેરાનગતિ બહુ કરે છે તેમ કહી ઢોર માર માર્યાં હોવાના કથિત આક્ષેપો ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવેલ સંજય ગોહિલ નામ ના ઇસમે કર્યા હતા…..
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીના દારૂબંધી વાળા ગુજરાત માં જો દહેજ ખાતે આ પ્રકારે યુવાન ના આક્ષેપો પ્રમાણે બેફામ બની બુટલેગરો કોઈક ઇશમ ઉપર હુમલો કરી તેને જાન થી મારી નાખવાની કોશિશ કરતા હોય તે બાબત ખુબજ શરમ જનક કહી શકાય તેમ છે….હાલ તો સમગ્ર મામલે ઇજાગ્રસ્ત સંજય ગોહિલ નામ ના ઇસમે ડીએસપી ઓફિસે જઈ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથધરી હતી…..

Advertisement

Share

Related posts

નર્મદા-સરદાર સરોવર ડેમની પાણીની સપાટીમાં થયો ઘટાડો-24 કલાકમાં 4 સેમીનો ઘટાડો નોંધાયો…

ProudOfGujarat

અંકલેશ્વર- ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યા.

ProudOfGujarat

દાગીના ચમકાવવાના બહાને અંકલેશ્વરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી નડિયાદ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!