આજરોજ દહેજ વિસ્તારનાં જોલવા ગામ મુકામે વતન જવાની જીદ સાથે પરપ્રાંતીય કામદારો રોડ પર ઉતરી આવ્યા હતા. આજરોજ સવારનાં 8:30 ના સમયગાળા દરમિયાન અલગ અલગ રાજ્યોનાં કામદારો વતન જવાની જીદ સાથે ભરૂચ દહેજ રોડ પર બેસી જતા દહેજ ભરૂચ રસ્તો બંધ કરી દીધો હતો અને નારાબાજી ચાલુ કરી દીધી હતી. તેમની વ્યથા એવી હતી કે પ્રશાસન દ્વારા અમારે પાસેથી ટિકિટનાં પૈસા ઉઘરાવી દીધા અને અમારું મેડિકલ થઈ ગયું હોવા છતાં અમને સરકાર અહીંથી લઈ જવાના પ્રયાસ કરતી નથી તેવો આરોપ કામદારોએ પ્રશાસન પર લગાવ્યો હતો અને સ્થાનિક આગેવાનો અને દહેજ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.શ્રી ગોહિલ સાહેબ દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કામદારો રસ્તા પરથી ઉભા થયા નથી જો આમની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં નહીં આવે તો આગળનાં દિવસોમાં દહેજની પરિસ્થિતિ વધારે વણસે તો નવાઈ નહીં.
Advertisement