આજ રોજ સવારે ૦૯:૨૨ કલાકે કોલ મળતાની સાથે દહેજ ૧૦૮ એમ્બ્યુલન્સ દહેજ પહોંચતાં કાવેરીબેનનાં સંબધીઓ જણાવેલ કે કાવેરીબેનથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી ત્યારે ૧૦૮ ઇએમટી સિતેશભાઈ અને પાઇલોટ વિષ્ણુભાઈ દ્વારા એમ્બ્યુલન્સમાંથી જરુરી સામાન લઈને તેમનાં ઘરમાં પહોંચીને દુખાવો વધારે હોવાથી ૧૦૮ માં લઇને હોસ્પિટલ તરફ જઇ રહયા હતાં. ત્યારે રસ્તામાં જઈ એમ.ટી. સીતેશભાઈને ડીલીવરીનાં લક્ષણો જણાતા પાયલોટ વિષ્ણુભાઈ ને એમ્બ્યુલન્સ રસ્તાની બાજુ રાખવાનું જણાવ્યું ત્યારે ઇએમટી અને પાયલોટ બંને ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની જરુરીયાત સર્જાઇ હતી સફળ પ્રસુતિ એમ્બ્યુલન્સમાં જ કરાવવામાં આવી. અમદાવાદ ૧૦૮ આોફિસમાં બેઠેલા ડોક્ટર સલાહ લઇને સફળ ડિલિવરી કરાવેલ કાવેરીબેનનાં બાળકને જન્મ થયો.કાવેરીબેન બેબીનો જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવારમાં ખુશીનો મોહોલ જોવા મળ્યો.
કાવેરીબેન અને બાળકને વધુ સારવાર માટે વાગરા સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે. ૧૦૮ એમ્બુલન્સની ટીમની કામગીરી હોસ્પિટલનાં સ્ટાફ તેમજ સગર્ભાના પરિવારજનો તેમજ ૧૦૮ ના મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ ૧૦૮ ના ઇએમટી સીતેશભાઈ તેમજ પાઇલોટ વિષ્ણુ ભાઈ ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી.
GVK EMRI ૧૦૮ દહેજ એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા દહેજ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.
Advertisement