“સ્પ્રે નોઝલ” નો ઉત્પાદન કરતી 140 વર્ષ જૂની જર્મન ટેકનોલોજીની કંપની LECHLER ઇન્ડિયા પ્રા.લિ. નું ઉદ્ધાટન આજરોજ દહેજના રહિયાદ ખાતે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુરેશ વસાણી, જર્મનીથી MD થોમસ વિંકલર તેમજ સેલ્સ એન્ડ માર્કેટિંગના એમ.ડી. પેટ્રિક મફના હસ્તે કરવામાં આવ્યું.
જર્મન ટેકનોલોજીથી હવે ભરૂચના દહેજ ખાતે આવેલ રહિયાદ ઔદ્યોગિક વસાહતમાં તૈયાર કરવામાં આવેલ આ એન્જીનીયરીંગ યુનિટમાં ભારત દેશમાં જ તૈયાર થયેલ કાચો માલ અને તેમાંથી તૈયાર કરવામા આવશે સ્પ્રે નોઝલને દેશમાં વિવિધ રાજ્યોમાં કૃષિ ક્ષેત્રે, ખાદ્યપદાર્થોના ઉદ્યોગોમાં તેમજ મેટલ ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવશે. એક રીતે કહી શકાય કે પ્રધાનમંત્રીશ્રીનાં “મેક ઇન ઇન્ડિયા”ના સ્વપ્નને આગળ ધપાવવા માટેનું આ ઉમદા પગલું છે. રોજગારીના મુદ્દે પણ કંપનીમાં સ્થાનિકોને પ્રથમ પ્રાધાન્ય મળી રહેશે તેવું કંપની સંચાલકોનું માનવું છે. આ સ્પ્રે નોઝલને ઉત્પાદન પાછળ તેના ફાયદાઓ પણ ઘણા છે જેમાં જર્મન ટેકનોલોજીથી આ સ્પ્રે નોઝલનો ઉપયોગ પ્રદુષણ નિવારણ અને પાણી બચાવવાના મુદ્દાઓને પણ આવરી લેવાયા છે.
“સ્પ્રે નોઝલ” નો ઉત્પાદન કરતી જર્મન ટેકનોલોજીની કંપની LECHLER ઇન્ડિયા પ્રા.લિ. નું ઉદ્ધાટન આજરોજ દહેજના રહિયાદ ખાતે કરવામાં આવ્યું.
Advertisement