Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

દહેજ ખાતે ગુમશુદા યુવક નું મૃત અવસ્થામાં તળાવમાં મળી આવ્યા બાદ પોલીસે હાથ ધરેલ તપાસ દરમ્યાન એક આરોપી ની અટકાયત કરવામાં આવી હતી.

Share

દહેજ ખાતે ગુમશુદા યુવક મૃત અવસ્થામાં તળાવમાં મળી આવ્યા બાદ પોલીસે હાથ ધરેલ તપાસ દરમ્યાન ઍક આરોપી ની અટકાયત કરવામાં આવી હતી. દહેજ પંથકમાં બહેન સાથે આડા સંબંધ ધરાવનાર આરોપીનું પ્રેમિકાના ભાઈએ કાસળ કાઢી તેની લાશ તળાવમાં ફેંકી દીધી હતી.ગત તા.24/2/2020ના રોજ઼ દહેજ પંથકના પાદરીયા ગામનો રહીશ 19વર્ષીય અમિત ઉર્ફે અજય ગોહિલ એકએક ગુમ થઇ ગયો હતો. ત્યારબાદ ત્રણ દિવસ બાદ તેનો મૃતદેહ નરણાવી ગામ ના તળાવ માંથી મળી આવ્યા બાદ મૃતક ના પિતા એ હત્યાની આશંકા સાથે દહેજ પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. દહેજ પોલીસે પ્રાથમિક તપાસ દરમ્યાન આ હત્યા અંગત અદાવત માં થઇ હોવાનું અનુમાન કર્યું હતું. અને તે દિશા માં વધુ તપાસ કરતા આરોપી સાગર અજિત વસાવાની ઉલટ તપાસ કરતા તેણે હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. આ કામમાં તેણે ઍક કિશોરની પણ મદદ લીધી હતી.
આરોપી સાગરે કોઇ કામ સંદર્ભે મૃતક ને નરણાવી ગામે લઈ ગયો હતો અને કિશોર ની મદદ થી મૃતક અજય ને દોરી વડે ગળે ટૂંપો આપી બાદમાં તેના હાથ તેણે પહેરેલ ટીશર્ટ વડે બાંધી તેને તળાવમાં ફેંકી દીધો હતો. દહેજ પોલીસે આરોપી સાગર વસાવાની હત્યાના ગુનામાં અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.

Advertisement

Share

Related posts

વિપક્ષે યશવંત સિંહાને ત્રણ મોટા કારણોથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની ઉપસ્થિતિમાં ભાજપની કારોબારી સભા યોજાઈ

ProudOfGujarat

વણાકપોરના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા જાહેરનામા ભંગ બદલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!