Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ભરૂચમાં દહેજના વડદલા ગામમાંથી લાપતા 6 વર્ષના બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

Share

લાપતા બાળક ગત રોજ બપોરે 12:30 વાગ્યાથી ગુમ હતો અને પરિવાર શોધખોળ કરી રહ્યું હતું. દરમિયાન બાળક છેલ્લે મિથુન કેવટ નામના યુવક જોવા મળ્યો હોવાથી તેની પૂછપરછ બાદ નજીકની રેસીડેન્સીના પહેલા માળે આવેલા બાથરૂમમાંથી બાળકની લાશ મળી આવી હતી. હાલ બાળકના મૃતદેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જોકે બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. દહેજના વડદલા ગામમાં આવેલી રેસીડેન્સીમાં ક્રિષ્ના વીરેન્દ્ર પ્રજાપતિ(ઉ.વ.6) પરિવાર સાથે રહેતો હતો. ગતરોજ બપોરે 12:30 વાગ્યે ગુમ થઈ ગયો હતો. જેથી પરિવારે પોલીસને જાણ કરી શોધખોળ હાથ ધરી હતી. જેમાં મિથુન કેવટ નામના યુવક સાથે છેલ્લે બાળક જોવા મળ્યો હતો. જેથી પોલીસે મિથુનની કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ નજીકમાં આવેલી એક રેસીડેન્સીના પ્રથમ માળના બાથરૂમમાંથી બાળકની લાશ મળી આવી હતી. લાપતા બાળકની હત્યા કરવાના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ તો પોલીસ દ્વારા બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપાની કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને યોજાઇ.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કં. લિ. દ્વારા 31 માર્ચ, 2021 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વાર્ષિક પરિણામોની જાહેરાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!