Proud of Gujarat
GujaratFeaturedINDIA

દહેજ જી.એન.એફ.સી. કંપની ખાતેથી વિદેશમાં નિકાસ થતુ T.D.I. કેમીકલ ભરી જતા કન્ટેનરો ના શીલ ખોલી તબક્કાવાર કૂલ-૮ કન્ટેનરોમાંથી ૯૨ મેટ્રિક ટન TDI નો જથ્થાને કૂલ કિ.રૂ.૨,૩૩,૯૮,૩૩૩/- નો મુદ્દામાલ સગેવગે કરી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેગને ઝડપી પાડતી ભરૂચ પોલીસ

Share

ગત ફેબ્રુઆરી તથા માર્ચ મહિનામાં અલગ અલગ સમયે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારની GNFC કંપની ખાતેથી TDI કેમીકલ નો જથ્થો બ્રાઝીલ, ઓમાન, મુમ્બાસા, સાઉદી અરેબીયા, લાઇબેરીયા જેવા દેશોમાં મોકલવા માટે અલગ અલગ કન્ટેનરોમાં ભરી કૂલ-૮ કન્ટેનર અદાણી પોર્ટ હજીરા ખાતે જવા રવાના કરેલ આ જથ્થો હજીરા પોર્ટ ખાતેથી શીપ દ્વારા અલગ અલગ સમયે નિયત કરેલ દેશમાં પહોચતા દરેક શીલ પેક કન્ટેનરમાંથી ૧૨ મેટ્રિક ટન જેટલો મુદ્દામાલ એમ કૂલ- ૯૨ મેટ્રિક જેટલા TDI કેમીકલના ડ્રમ કિ.રૂ.૨,૩૩,૯૮,૩૩૩/- ઓછા મળેલા જે અનુસંધાને મે મહિનામાં દહેજ પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ. એજ રીતે મે મહિનાથી ૭ મી તારીખે બ્લીચકેમ એક્ઝીમ ઇન્ડીયા પ્રા.લી.નુ એક બીજુ કન્ટેનર દહેજ જી.એન.એફ.સી. કંપની ખાતેથી સોહાર ઓમાન ખાતે જવા રવાના થયેલ જે ઓમાન ખાતે પહોંચતા શીલ પેક કન્ટેનરમાંથી TDI કેમીકલ ભરેલ તમામ ડ્રમ કૂલ-૨૦ મેટ્રિક ટન જેટલા કિ.રૂ.૬૦,૫૩,૦૦૦/- ના ઓછા મળેલ અને તેની જગ્યાએ આઠ મેટ્રિક જેટલી વેસ્ટ મટીરીયલ ભરેલ બેગો મળેલ જે અનુસંધાને દહેજ પો.સ્ટે. ખાતે જુન મહિનામાં એક ગુનો દાખલ થયેલ.
સદર બનાવ એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હોય પોલીસ અધિક્ષક શ્રી સંદિપ સીઘ સાહેબ નાઓએ આ સમગ્ર રેકેટ ઉકેલવા માટે સક્રિય રસ દાખવી ના.પો.અધિ.શ્રી ભરૂચ તથા જીલ્લા એલ.સી.બી. તથા દહેજ પોલીસને માર્ગદર્શન આપેલ આ બનાવ બાબતે એલ.સે.બી. તથા દહેજ પોલીસ દ્વારા તપાસ દરમ્યાન એવુ ફલિત થયેલ કે, તમામ કન્ટેનર દહેજથી નિકળી હજીરા પહોંચે તે દરમ્યાન ઓલપાડ સાયણ રોડ ઉપર અવાવરૂ જગ્યા ઉપર એક કલાકથી દોઢ કલાક જેવો હોલ્ટ કરતા હોય સદર જગ્યાની વિઝીટ દહેજ પોલીસ તથા એલ.સી.બી. ટીમે કરતા તે જગ્યા પર ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટીલેજન્સથી જીલ્લા એલ.સી.બી. તથા દહેજ પોલીસ દ્વારા મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી કૂલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ જે તમામ આરોપીઓને પૈકી (૧) સુધીરકુમાર સીગ S/O ગયાપ્રસાદસીગ ઇન્દ્રબહાદુસીંગ રહે, નેરૂલ થાના- નેરૂલ, ન્યુ મુબઇ, તથા મકાન નંબર-૨૪, પ્લોટ નંબર-૪૦, સ્નેહદિપ, સી.એચ.એસ. મહારાષ્ટ્ર સ્કુલ પાસે, જબલ સેક્ટર-૧૩ કલંબોલી નોડ, રાયગઢ, મહારાષ્ટ્ર, મુળ રહે, શીવચરણ પૂર્વ પોસ્ટ-નૌવતી થાના- રૂધોલી જી,ફૈજાબાદ (યુ.પી.) નાઓનો છે જે અગાઉ આ કન્ટેનર લઇ જતા પાર્થ રોડ લાઇન્સમાં એક વર્ષ ડ્રાઇવર તરીકે નોકરી કરેલ જેથી તે પોર્ટ ઉપરની સમગ્ર ગતિવિધીથી વાકેફ હોય પોતે જાણતો હતો કે કંપનીમાંથી કન્ટેનર વજન કરાવી નિકળ્યા પછી કોઇ પણ જગ્યાએ તેનુ વજન થતુ નથી, જેથી તેણે અનવરનો સંપર્ક કરેલ તથા સુધીર લાંબા સમય સુધી ડ્રાઇવરની નોકરી કરેલ હોય કોઇ પણ ટ્રાંસપોર્ટ મા પોતાના ડ્રાઇઅવરોને ચડાવવાનુ સહેલાય નુ કામ હતુ ડ્રાઇવર માલા લઇને નિકળે એટલે સુધીરનો સંપર્ક કરતા જેથી સુધીર પકડાયેલ બીજા આરોપી (૨) અનવરભાઇ મોહમદ હૈઇ ખાન રહે, મકાન નંબર-૨૦૭, બિલ્ડીંગ નંબર-૯ ઓમ ભારત હાઉસીંગ સોસાયટી, એમ.એમ.આર.ડી.-અ કોલોની, ફાયર બ્રીગેડ સમોર, અન્તોપ હીલ વડાલા મુંબઇ નો સંપર્ક કરતો અનવરનુ કામ પકડાયેલ ત્રીજા આરોપી (૩) રાકેશ શરદચંદ્ર પાટીલ રહે, સી-૫,બિલ્ડીંગ નંબર-૮, ૧૪ નીલકંઠ સોસાયટી, એમ.જી.એમ. હોસ્પીટ્લ, નજીક સેક્ટર-૪ નવી મુંબઇ સાથે કોંટેક્ટ કરાવી આપવાનુ હતુ રાકેશ ચોરી કરેલ માલનુ વહેચાણ કરવાનુ કામ તથા કંટેનરના સીલ તોડવા માટેના કારીગરોને બોલાવી જગ્યા પર લઇ જવાનુ અને માલ નિકળી ગયા પછી માલ ચોરી વાળી જગ્યાએ થી મુંબઇ ખાતે પહોચાડવાનુ કામ કરતો હતો પકડાયેલ ચોથો આરોપી (૪) વિનોદ S/O પ્રહલાદ અર્જુન કોકરે બી-૧૪, રૂમ નંબર-૧૪, પીપલ્સ સ્કુલની નજીક, સેક્ટર-૧ પોલીસ લાઇન, સીબીડી, બેલાપુર, નવી મુંબઇ, થાણે નો છે જે આરોપી રાકેશ પાટીલનો ડ્રાઇવર છે અને તે રાકેશ પાટીલ સાથે કેમીકલ કાઢવામાં મદદ કરેલ છે, અને પકડાયેલ પાંચમો આરોપી (૫) હમીદ ઉસ્માન રીંદાણી હાલ રહે મુંબઇ, મીરા રોડ ઇસ્ટ ,મુસ્લીમ ઘાંચી સોસાયટી એ વીંગ,ફ્લેટ નં-૪૦૨ મુંબઇ તથા ઉસ્માન લાકડાવાલા ચાલ, રૂમ નંબર-૧૨, આંબાવાડી, એસ.વી.રોડ, દહીસર ઇસ્ટ, મીરા રોડ ઇસ્ટ મુળ રહે-લાંબા તા- કલ્યાણપુર જી. દ્વારકા નો છે તે મુળ ગુજરાતના વતની હોય અને હાલમાં મહારાષ્ટ્ર રહેતા હોય જેથી બન્ને રાજ્યનો જાણકાર હોય તેના દ્વારા કેમીકલ કાઢવા માટે જગ્યા શોધેલ હતી. આમ તમામ આરોપીઓ પોતપોતાના ચોક્કસ રોલ દ્રારા સમગ્ર ગુનાને આંજામ આપતા હતા તમામને અટક કરવામા આવેલ છે. અને તમામ આરોપીઓ રીમાંડ પર છે. આ આરોપીઓ દ્રારા ઓલપાડ સાયણ રોડ ઉપરાંત પીપોદરા ખાતે બ્લીચકેમ એક્ઝીમ ઇન્ડીયા પ્રા.લી.નુ એક બીજુ કન્ટેનરમાથી પણ ચોરીની કબુલાત કરેલ અને માલની જગ્યાએ કૂલ આઠ ટન જેટલુ વેસ્ટ મટીરીયલ્સ આરોપીઓ દ્રારા કંટેનર મા ભરવામા આવેલ જે ગુનો પણ ડીટેક્ટ થયેલ છે. GNFC કંપનીના કેમીકલ ચોરી ઉપરાંત પાંડેસરા પો.સ્ટે કલર ટેક્ષ કંપનીમા માલની હેરાફેરીનો પણ ગુનો કબુલ કરવામા આવેલ છે. મોરા ગામ ખાતે કોપર ચોરીનુ પણ કબુલાત આપેલ છે. રીમાંડ દરમ્યાન મુદ્દામાલ ની રીકવરી તથા બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલ છે. તે દિશામા તપાસ કરવાની છે. હજુ વધુ ગુના નિકળવાની શક્યતાઓ છે.
કામગીરી ભરૂચ એલ.સી.બી તથા સ્થાનીક દહેજ પોલીસ સ્ટેશન દ્રારાકરવામા આવેલ છે.

Advertisement

Share

Related posts

અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

ProudOfGujarat

રાજપીપલા : ત્રણ દિવસથી વરસાદી માહોલથી ખેતીના પાકને જીવતદાન મળી જતા ખેડૂતો હરખાયા.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાંથી કાંસમાં ઠલવાતુ પાણી વરસાદી હોઇ શકે ? કે પછી વરસાદી પાણીના નામે પ્રદુષિત પાણી વરસાદી કાંસમાં ઠલવાય છે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!