Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ પોલીસ દ્વારા ચોરીની મોટરસાયકલો સાથે એક ઇસમની અટકાયત

Share

પોલીસ મહાનિરીક્ષકશ્રી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ દહેજ ઇન્ચાર્જ પી.આઇ.જે.એન. ઝાલાની સૂચના મુજબ તેમની ટીમે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન વેલસ્પન કંપની વડદલા પાસે આવતાં એક હીરો હોંડા મોટરસાયકલ તથા જી.એ.સી.એલ. ચોકડી દહેજ મુકામે વાહન ચેકિંગ કરતાં એક હીરો હોંડા સ્પેલેંડર મોટરસાયકલ નં. GI-J-16 બી એચ. 3635 ઉપર લવપ્રિતસીંગ મેજરસીંગ જાટ હાલ રહેવાસી સેન્ધોસા સોસાયટી વડદલા, તા. વાગરા મૂળ રહેવાસી ગામ થોલા તા. જનાડા જિ. અમૃતસર (પંજાબ) શંકાસ્પદ હાલતમાં આવતા મોટરસાયકલના એંજિન તથા ચેસીસ નંબરથી મોબાઈલ એપ એકલવ્યથી ખાત્રિ કરતાં નંબર ખોટો જણાતા તેની વધુ પૂછપરછ કરી હતી. તેમાં બીજી એક મોટરસાયકલ GI-J-16 એ.સી.2581 તેના રહેઠાણ ઉપેરથી મળી આવેલ. આ બંને મોટરસાયકલમાં કાગળો માંગતા કોઈ આધાર પુરાવા ન મળતા આ મોટરસાયકલ ચોરીનું હોવાનું જણાતા સી.આર.પી.સી. 41(1)ડી મુજબ અટક કરી મોટરસાયકલ કબ્જે કરવામાં આવેલ છે. તેની વધુ તપાસ દરમ્યાન આ બંને મોટેરસાયકલ ભરૂચ શહેર બી , ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનહા રજિ.નં.46/2019 ઇપીકો કલમ 379 નોધાયેલ હોવાનું જાણવા મળેલ છે .

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં સક્કરપોર ગામ ખાતે નર્મદા નદીમાં એક યુવાન ડૂબ્યો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને સાંસદ અહેમદભાઇ પટેલનાં નિધનથી ભરૂચ જીલ્લામાં શોકની લાગણી છવાઈ.

ProudOfGujarat

સ્પેશિયલ કોવિડ સ્મશાનથી ભરૂચિઓ માટે રાહતનાં સમાચાર, છેલ્લા ત્રણ દિવસથી સ્મશાનમાં મૃતદેહની સંખ્યામાં 50% નો ઘટાડો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!