હિમાની ઈન્ડસ્ટ્રીઝનું પ્રોડક્શન પ્લાન્ટ બંધ કરાવતા સેફ્ટી ઓફિસર…
આ આગ હોનારતમાં ૨ કામદારોના મૌત નિપજ્યા જ્યારે અન્ય ૩ હજી ગંભીર …
દહેજ પંથકમાં આવેલ હિમાની કેમીકલ ઈન્ડસ્ટ્રીઝમાં રાત્રીના ૯ વાગ્યાના અરસામા આગ ભભુકી ઉઠી હતી હિમાની કંપનીના સુત્રો તેમજ કંપનીએ પોલિસ તંત્રને આપેલ વિગત મુજબ આ બનાવમાં ૫ કામદારો દાઝી ગયા હતા જ પૈકી ૨ ના મૌત નિપજ્યા હતા જ્યારે અન્ય ૩ હાલ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના સેફ્ટી ઓફીસર પાઠક અને ગામિતે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ અમલદારોના જણાવ્યા અનુસાર રેસીડ્યુ ડ્રમમાં સિફ્ટ કરતા વેપર જનરેટ થતા ક્લાઉડ સર્જાયું હતુ અને અચાનક બાજુમા ઉભેલ ફોર ક્લિપ સ્ટાટ કરતા સ્પાર્ક થયું હતું અને તેથી આગ અને હોનારત સર્જાઈ હતી જેમા ૫ કામદારો દાઝ્યા હતા જે પૈકી ૨ ના મૌત નિપજ્યા હતા. દિપાવલી પર્વ બાદ તરતની આ કરૂણ ઘટના સમગ્ર ઔધ્યોગિક જગતમાં ચર્ચાની એરણે છે. હિમાની કંપની દ્વારા સુરક્ષાના પગલા કેટલા સચોટ છે. તે તપાસવુ રહ્યું સાથે દાઝી ગયેલ તમામ કામદારો કોન્ટ્રાક્ટ પ્રથામા કામ કરતા હતા અમલદારોની પ્રાથમિક તપાસમા કેટલી પ્રમણિકતા છે તે પણ જોવુ રહ્યુ કંપનીના હિતો ને જાળવવા અને કામદારોના જીવ તેમજ તેમના ભવિસ્યને કોરાણે મુકવામાં અધિકારીઓ પાવરધા હોવાનુ ચર્ચાઈ છે. આ બનાવની સઘન તપાસ થાય તેવી કામદાર જગતની માંગ સ્વાભાવિક છે તે સાથે હાલ હિમાની કંપનીમાં કામ કરનાર કામદરોના ભવિસ્ય માટે માત્ર પ્રોડક્સન અટકાવી દેવાથી કઈ થતુ નથી સમય જતા ઘટના ભુલાઈ છે એમ માનીને કંપનીના સંચાલકો અને સરકારી અમલદારો માને છે પરંતુ જેમના જીવ ગયા તે તમામ અને જે દાઝિયા તે કામદારોના કુંટુબીજનો પર દુખનો આભ ટુટી પડ્યો છે. વળતર કોણ ક્યારે કેવી રીતે આપશે અને તે જાહેર કરાશે કે કેમ. અમલદારો કામદારો વગેરે તમામના હાલ હૈયા ભારે છે અમલદારો કદાચ દેખાડો પણ કરતા હોય જેમ કે દિપાવલી પર્વ પહેલા અંકલેશ્વર જી.આઈ.ડી.સી ની એક નાંમાકિત કંપનીમાં એક કામદાર ગેસ લાગવાને કારણે અંકલેશ્વર ની એક હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો જે તપાસ કરનાર અધિકારીઓએ ખુબ મંદગતીએ તપાસ કરતા શુ તારણ આવ્યુ તેની કોઈ માહિતી અધિકારિઓ જાહેર કરતા નથી પરંતુ આ બનાવમાં મૌત પામનાર યુવાન આશાસ્પદ કામદારના કુંટુબીજનો ની દિપાવલી પર્વ અંધકારમય સાબીત થય. કોણે ક્યા કેટલુ વળતર આપ્યુ તે કોણ જાહેર કરશે .કંપનીના સંચાલકો કે સરકારી બાબુઓ, હાલતો કામદારોનું બેલી કોણ ? તે અંગેની લોકચર્ચા ચાલી રહી છે.