ભારત દરિયાઈ માર્ગે એલએનજી એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસને સ્વદેશ લાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જે અંતર્ગત રશિયાથી એલએનજીનો પહેલો જથ્થો ગુજરાતના દહેજ ખાતે આવી પહોંચ્યો છે. રશિયા સાથેની લાંબાગાળાની સમજૂતી અંતર્ગત આ જથ્થો દહેજના પેટ્રોમેટ ટર્મિનલ ખાતે અપાયો છે.
જ્યાં આજ રોજ બપોરે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યા હતા. ભારત રશિયાથી આ ગેસની પ્રથમ વખત આયાત કરી રહ્યું છે. ગેસ આધારિત અર્થતંત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે. આ કાર્ગો ઘણો મહત્વનો છે કારણ કે, વૈશ્વિકસ્તરની અનિશ્ચિતતા વચ્ચે ભારત પોતાના ઊર્જા બજારને વૈવિધ્ય આપવા પ્રયત્નશીલ છે. ખાડીના દેશો પરનો આધાર ઓછો કરતાં ભારત, રશિયા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સહિતના દેશો સાથે સંબંધો મજબૂત કરી રહ્યું છે…દહેજ ખાતે આવેલા પેટ્રોલીંયમ મંત્રી ધર્મેદ્ર પ્રધાન એ પત્રકાર પરિસદ યોજી દેશ માટે થયેલા આ મહત્વ ના નિર્ણય અંગે માહિતી પુરી પાડી હતી તેમજ પેટ્રોલ.ડીઝલ ના વધતા ભાવો માં ઘટાડો થઇ રહ્યો છે અને પેટ્રોલ ડીઝલ ને જી એસ ટી માં સમાવવા અંગે ચર્ચાવિચારણાઓ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું…..