Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેગામના પાલુન્દ્રા નજીક રિક્ષાની ટક્કરથી બાઇક સવારનું મોત

Share

દહેગામ તાલુકામાં પસાર થતાં પાલુન્દ્રા હાથીજણ રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવારનું મોત નિપજ્યું છે. કનીપુર ગામ ખાતે રહેતા કાકી ભત્રીજો બાઈક પર સવાર થઈને શિયાવાડા વિઠ્ઠલપુરા ગામે બારમાની વિધિમાં જવા માટે નીકળ્યા હતા ત્યારે પાલુન્દ્રા નજીક અકસ્માત નડયો હતો. બાઈક જયારે પાલુન્દ્રા નજીક પસાર થઈ રહ્યું હતું તે સમયે પાછળથી આવી રહેલ રીક્ષાએ ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તો પાછળ બેઠેલ મહિલાને ઈજાઓ પહોંચતા ૧૦૮ ની મદદથી સારવાર ખસેડાવામાં આવી હતી.

દહેગામ તાલુકાના કનીપુર ગામ ખાતે રહેતા સોલંકી વિજયકુમાર કાળાભાઈ અને રમીલાબેન કરણજી ઠાકોર બાઈક લઈને શિયાવાડા નજીક આવેલા વિઠ્ઠલપુરા ગામ ખાતે સબંધીનું અવસાન થયેલા હોવાથી બારમાની વિધિમાં જવા માટે નીકળ્યા હતા. બાઈક જ્યારે પાલુન્દ્રા હાથીજણ માર્ગ પરથી પાલુન્દ્રા બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહ્યું હતું તે સમય પાછળથી આવી રહેલ એક રીક્ષાએ બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વિજયભાઈને માથામાં તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલ રમીલાબેનને પણ શરીરે વતા ઓછી ઇજાઓ પહોંચતા હાજર લોકો ૧૦૮ પર કોલ કરતા ઇએમટી દિનકરભાઇ અને પાઇલોટ રોહિતસિંહ રાઠોડ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી મહિલાને પાલુન્દ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. આ અકસ્માત અંગે પોલીસે સ્થળ પર પહોંચી જરૃરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે સેવા-સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ડમ્પિંગ સાઇડનો વિરોધ – ભરૂચના થામ ગામ પાસેથી ડમ્પીંગ સાઇડ દૂર કરવા સ્થાનિકો તંત્ર સામે મેદાને પડયા

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ ગામે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!