Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેગામ બાયડ રોડ પર આવેલા કડજોદરા ખાતે ડમ્પર ચાલકે એક વિદ્યાર્થી સાયકલ સવારને કચડી નાંખતા મોત.

Share

દહેગામ બાયડ હાઇવે પર ભગુજીના મુવાડા અને કડજેદરા વચ્ચે કડજોદરા ખાતે ધોરણ 9 નો 14 વર્ષીય વિદ્યાર્થી વરૂણસિંહ હિતેન્દ્રસિંહ (અજીતસિંહ) ઝાલા (ઉં.વ.14) તેની સાયકલ પર શાળાએથી ઘરે જઈ રહ્યો હતો. બપોરે 2.30 વાગે રામની જેમ પસાર થયા ત્યારે ડમ્પર ચાલકે વરુણસિંહને ટક્કર મારી કચડી નાખ્યો હતો. દહેગામ બાયડ રોડ પર નશામાં ધૂત આખલાની જેમ દિવસ-રાત દોડતા ભારે માલસામાન વાહનો અકસ્માતો સર્જી રહ્યા છે અને નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે. અહી ડમ્પર ચાલકો ખુબ જ ઝડપે દોડી રહ્યા છે. જેના કારણે તાલુકાના કડજેદરા પાસે સાયકલ પર શાળાએથી ઘરે જઈ રહેલા માસુમ અને માત્ર 14 વર્ષના વિદ્યાર્થીને પૂરપાટ ઝડપે આવેલા ડમ્પર ચાલકે કચડી નાખ્યો હતો. જેના કારણે વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ગામલોકોએ ઘટનાસ્થળે પહોંચીને રોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ આ રોડ પર પસાર થતા લોકોને અટકાવ્યા હતા અને કેટલાક ડમ્પર ચાલકો તેમના વાહનો સ્થળ પર જ છોડીને ભાગી ગયા હતા. રખિયાલ પોલીસ પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડમ્પરનું ટાયર ફાટવાને કારણે તે લોહીલુહાણ હાલતમાં પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. માસૂમના મોતથી ચકચાર મચી ગઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક સિલ્વર બ્રિજ ખાતે ચાલુ ટ્રેન માંથી એક પરપ્રાંતીય યુવાન પડી જતા ઘાયલ થયો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો……..

ProudOfGujarat

અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ દ્વારા સરકારનાં નિયમનું અવગણના કરાતા NSUI દ્વારા તાળાબંધી કરાઇ.

ProudOfGujarat

ભરૂચમાં વાહનોથી લઈ કમર ભાંગી નાખે એટલા મોટા ખાડા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાલિકાનું મૌન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!