ડભોઈ તાલુકાના ચાંદોદ સરકાર માન્ય સસ્તા અનાજના સંચાલકની દાદાગીરીના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં તેનતલાવના સંચાલકની દાદાગીરી બહાર આવવા પામી છે.આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ તેનતલાવની સરકાર માન્ય સસ્તા અનાજના સંચાલક વિરવાલ જૈન કંચનબેન શાંતિલાલ હોવાનું બહાર આવવા પામ્યું છે પણ ગ્રામજનોનાં કહેવા મુજબ સંચાલક તરીકે કંચનબેનનો સુપુત્ર બંસીરામ જ વહીવટી કરતો હોવાનું ચર્ચાઇ રહયું છે. બનાવની વિગત એમ છે કે ૧ લી એપ્રિલે અનાજનો જથ્થો સરકાર દ્વારા દરેક દુકાનદારોનો પુરો પાડવામાં આવેલ છે અને કોરોના વાઇરસના કહેરને લઈ સરકારે લોકડાઉન કરેલ હોય સરકાર દ્વારા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોમાં મફત અનાજ પુરું પાડવાની જાહેરાત કરી હોવા છતાંય સંચાલકના પુત્ર દ્વારા કથીત રીતે અનાજનો જથ્થો સગેવગે કરી દેવામાં આવેલ પરંતુ રેશનકાર્ડ ધારકો અનાજ લેવા જતાં સંચાલક દ્વારા આનાજ ઓછું અને ચોરી થઈ જવાનું જણાવતા ગામના યુવાનો રોષે ભરાયા અને મામલતદારને જાણ કરવામાં આવી જેને લઈ સંચાલક દ્વારા ખાનગી વેપારીને ત્યાંથી બે દિવસ અનાજનો જથ્થો લાવી આપવામાં આવેલ જેનું આશરે રૂ. ૫૯,૬૦૦ નું બિલ બનવા પામ્યું હતું. હજુ પણ ૬૦ જેટલા લાભાર્થીઓ અનાજના જથ્થાથી વંચિત હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મામલતદાર દ્વારા બાકી લાભાર્થીઓને અનાજનો જથ્થો પહોંચાડવાનું આયોજન કરી રહયાં છે.ગ્રામજનો દ્વારા જાણવા મળ્યા મુજબ સંચાલક દ્વારા દર માસે અનાજનો જથ્થો પગ કરી જાય છે. તેનતલાવના શંકરપુરા ગામના લાભાર્થીઓ કાયમ જ વંચિત હોવાની વિગતો પણ બહાર આવવા પામી છે. એથી ઓછું હોય એમ દુકાન પર સરકારી ધારા ધોરણ મુજબ બોર્ડે પણ મારવામાં આવેલ નથી કહે છે કે સંચાલકની દાદાગીરી પાછળ પુરવઠાની દુકાનનું યુનિયન હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે ત્યારે જિલ્લા કલેકટરશ્રી ડભોઈ તાલુકાના સરકાર માન્ય અનાજની દુકાનોની ગેરરીતિ સામે લાલ આંખ કરે તો જ ગરીબોનો કોળિયો ઝુંટવતા સંચાલકની શાન ઠેકાણે આવે બાકી સ્થાનિક કક્ષાએ સરકારી અધિકારીઓની સહાયની આશા રાખવી અસ્થાને નહીં હોય જોવાનું એ રહે છે કે ડભોઈ તાલુકામાં ધણા ડમી સંચાલકો અને સંચાલકો દ્વારા પુરતો અનાજનો જથ્થો મળી રહેશે ?
ડભોઈ તેનતલાવનાં ગરીબોનો કોળિયો ઝુંટવતો સંચાલક : તંત્ર ધોર નિંદ્રામાં.
Advertisement