ડભોઇના વડોદરી ભાગોળમાં આવેલ 150 વર્ષ પૌરાણિક બદ્રીનારાયણ મંદિરમાં ગોદામ્બા (ધનુરમાસ) ઉત્સવ ધામ-ધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. માગશર વદ પાંચમથી પોષ વદ બીજ સુધી એક મહિનો ધનુરમાસ ચાલે છે. ડભોઇના પૌરાણિક બદ્રીનારાયન મંદિર ગોદામ્બા (ધનુરમાસ) ઉત્સવની ઉજવણી થઈ રહી છે. ભગવાન શ્રી રામને લગ્ન કરવા માટે એક કન્યા હતી તેનું નામ બેદમતી હતું. તે હિમાલયમાં તપસ્યા કરી રહી હતી ત્યારે રાવણે તેને સ્પર્શ કર્યો હતો તો તે કન્યાને વિચાર આવ્યો કે પવિત્ર મનુષ્યને સ્પર્શ કર્યો તેથી તે આગમાં સમાઇ ગઈ હતી એજ કન્યા પ્રાત યુગમાં પ્રવેશ કરી રાવણનો વિનાશ કરવા સીતા બની ગઈ રાવણનો વિનાશ કર્યા પછી રામજીને બેદમતીએ કહ્યું કે કળયુગમાં રામાનુજ સંપ્રદાયના વિષ્ણુચિત સ્વામી ગ્રામબીલુકૃત તમિલનાડુમાં જન્મ લીધો પછી તું એક મહિનાનું ધનુરમાસ વ્રત કરીશ તો હું તને પ્રાપ્ત થઈ જઈશ એવું કહ્યું એજ કન્યા બેદમતી વિષ્ણુચિત સ્વામી કન્યાના સ્વરૂપમાં તુલસી જગતમાં પ્રગટ થયા હતા. તમિલ ભાષામાં દીકરીને ‘ગોદા’ કહેવામાં આવતું હતું એ એક મહિનાનું ધનુરમાસ કરી કાવેરી નદીમાં સ્નાન,ધ્યાન,પૂજા પાઠ કરી મીઠો,તીખો ખીચડાનો ભોગ કરી ત્યાર પછી ઉપવાસ માં તે જ જમતા.ગોદામ્બા મૈયા,શ્રી રંગનાથ ભગવાનને આ ઉપવાસ કરવાનું શરૂ કરી દીધું.આજે ભારતના બધાજ મંદિરમાં ધનુરમાસનું પર્વ મનાવવામાં આવે છે આ ગોદામ્બા પર્વ રામાનુજ સંપ્રદાયમાં તેનું મહત્વ ખુબ જ વધારે હોય છે સવારે 6:30 વાગે આરતી કરી,ધૂન કરી તીખો અને મીઠો ખીચડો ભોગ કરી ભક્તોને પ્રસાદમાં આપવામાં આવે છે. પૂજ્ય શ્રી સ્વામી સુદર્શનાચાર્યજી મહારાજશ્રી એમની આજ્ઞાથી ઉત્સવ મનાય રહ્યો છે.
વશિષ્ઠ ભટ્ટ : ડભોઇ