ડભોઇનાં રામટેકરી વિસ્તારમાં રહેતા ઐયુબ તાઈનો કોરોના પોઝિટિવ આવતા નગરપાલિકા દ્વારા સેનેટાઈઝની કામગીરી યુધ્ધનાં ધોરણે કરી દેવામાં આવી છે અને મેડિકલ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રામટેકરી વિસ્તારમાં શરદી, ખાંસી અને તાવના દર્દીઓનો સર્વે કરવામાં આવી રહયો છે.જેમાં આશા વર્કર,એફ એચ ડબ્લ્યુ અને આર.બી.એસ.કે ની ટીમ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ સર્વેની કામગીરી એક માસ સુધી ચાલનાર હોવાની વિગતો બહાર આવવા પામી છે .
Advertisement