ડભોઇના વડોદરીભાગોળ આવેલ પૌરાણીક બદ્રીનારાયણ મંદિરનું જીર્ણોધ્ધાર કરવામાં આવ્યું છે આ નિમિત્તે તા.28 મી નવેમ્બર થી 1 ડિસેમ્બર સુધી સંપ્રોક્ષન મહા મહોત્સવ અને શિખર કળશ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઇ રહ્યો હોય આજે યજમાન રમેશભાઈ ઉર્ફે લાલાભાઈ સુંદરલાલ કનોજીયાના નિવાશ સ્થાને થી ભવ્ય કળશ યાત્રા નિકડી હતી અને નિજ મંદિરે પહોચી વિવિધ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે શિખર કળશ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભારે ઉત્સાહ ભેર ઉજવણી નો પ્રારંભ થયો હતો.ડભોઇ વડોદરી ભાગોળ નજીક પૌરાણીક 800 વર્ષ જૂનું બદ્રીનારાયણ મંદીર આવેલ છે જે તેનો જીર્ણોધ્ધાર બદ્રીનારાયણ મંદિર ટ્રસ્ટ તેમજ મંદિર ના મહંત પૂ.1008 સુદર્શનાચાર્યજી મહારાજ ના નેતૃત્વમાં કરવામાં આવ્યો યુવરાજ સ્વામી શ્રીમાધવપન્નચાય ગુરુ 1008 અંનતશ્રી વિભૂપશીત સ્વામી શ્રી રગનાથચય મહારાજશ્રી સહિત સપૂર્ણ મંદિરને સુંદર રીતે નવું બનાવામાં આવતા આ મંદિરના શિખર કળશ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી તા.28મી નવેમ્બરથી પ્રારંભ થઈ હતી જે તા.1 ડિસેમ્બર ના રોજ પૂર્ણ થશે. આ વચ્ચે 4 દિવસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે આજે પ્રથમ દિવસે યજમાન રમેશભાઈ (લાલાભાઈ) સુંદરલાલ કનોજીયા ના કંસારાબજાર સ્થિત નિવાસ સ્થાને થી ભવ્ય શોભાયાત્રા નિકડી હતી જેમાં મહિલાઓ દ્વારા કળશ ને લઈ બેન્ડ વાજા સાથે નગર ના વિવિધ માર્ગો ઉપર ફરી ટાવર,પટેલવાગા થઈ બદ્રીનારાયણ નિજ મંદિર પહોચી ત્યાં વિવિધ ધાર્મિક પૂજા વિધીનો પ્રારંભ થયો હતો આ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં નગર જાણો ઉમટી પડ્યા હતા અને વાજતે ગાજતે આનંદ અને ઉત્સાહ પૂર્વક ગરબાની રમઝટ તેમજ ડાન્સ કરતાં નિજ મંદિર સુધી કળશ યાત્રા ને લઈ જવામાં આવી હતી.
વશિષ્ઠ ભટ્ટ
ડભોઇ