સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
શહેરના માનખુર્દ સ્ટેશન બહાર જાહેર રોડ પર એક પતિએ પોતાની પત્નીનું ગળું કાપી નાખ્યું. ચાકૂથી હુમલો કર્યા બાદ પતિ ફરાર થઈ ગયો, જયારે રોડપરના લોકો મહિલાની મદદ કરવાને બદલે ઘાયલ મહિલાને જોઈ રહ્યા હતા.
મીડિયા રિપોર્ટસ અનુસાર ઘાયલ મહિલા ઘાટકોપર માનખુર્દ લિંક રોડના ઝાકિર હુસૈન નગરની રહેવાસી છે. મહિલાનું નામ શુભાંગી વિજય ઈંગલે(૨૭) છે. જે વાશીની એક બેંકમાં સ્વીપરનું કામ કરે છે. તે રોજની જેમ સોમવારે ૪ માર્ચના રોજ કામ પર જવા માટે માનખુર્દ સ્ટેશન ટ્રેન પકડવા માટે જઈ રહી હતી. સ્ટેશન પાસે જ પતિ વિજય ઈંગલે તેની રાહ જોઈ રહ્યો હતો. સવારે ૭ વાગ્યે શુભાંગી સ્ટેશન પાસે પહોંચી અને ત્યારે પાછળથી તેના પતિએ ચાકુ વડે હુમલો કર્યો.
ઘટનાનો વીડિયો જે વાઈરલ થયો છે તેમાં એવું જોવા મળે છે કે શુભાંગી રોડ પર જઈ રહી છે. પાછળથી તેનો પતિ આવે છે અને ચાકુ વડે તેનું ગળું કાપી નાખે છે. પત્ની પોતાને બચાવવાનો પ્રયત્ન કરે છે. આરોપી પતિ તેમ છતાં તેની પત્ની પર હુમલો કરવાનું શરૂ રાખે છે. ત્યાર બાદ પતિ ત્યાથી ફરાર થઈ જાય છે. ઈજાગ્રસ્ત શુભાંગીને લોકો જોઈ રહ્યા હતા પરંતુ કોઈ મદદે ન આવ્યું. આખરે પોલીસ આવી અને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગઈ. શુભાંગીના નિવેદન પર પોલીસે તેના પતિ વિજયની ધરપકડ કરી લીધી છે. પોલીસના મતે શુભાંગી અને તેના પતિ વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો જેથી તે પિયરમાં રહેતી હતી એવું સુત્રોના મુજબ જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પતિએ કેમ આવું કર્યું તે રહસ્ય હજુ બહાર આવ્યુ નથી જેની પોલીસ તપાસ ચાલુ છે. બનાવમાં એટલી જાણકારી પોલીસ દ્વારા મળી હતી કે બન્ને વચ્ચે ઝઘડો ચાલતા બન્ને એક બિજાસાથે રહેતા ન હતા. આગળની તપાસ ચાલુ છે.
સૌજન્ય(અકિલા)