પોલીસ તંત્ર ધ્વારા સટ્ટા ખોરો પર બાજ નજર જરૂરી
(દિનેશ અડવાણી, ભરૂચ)
તા. ૦૭-૦૪-૨૦૧૮ ના રોજ થી જેની સવ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે આઈ.પી.એલ ટુર્નામેન્ટની શરૂઆત થઈ રહી છે. ત્યારે સટ્ટાખોરો પણ શક્રીય બન્યા છે. પહેલી મેચ મુંબઈ અને ચેન્નાઈ સાથે રમાશે. ત્યારે અત્યાર થી જ સટ્ટાબજારનુ વાતાવરણ ગરમ થઈ ગયુ છે. ત્યારે ભરૂચ જિલ્લા અને આસ-પાસ ના વિસ્તારોમા સટ્ટાબાજોની ગતી વિધીઓ પર ચાપતી નજર રાખવી જરૂરી છે. અગાઉ પણ ભરૂચના પોલીસ તંત્ર ધ્વારા સટ્ટાખોરો સામે કાર્યવાહી કરવામા આવી હતી. તેવીજ કાર્યવાહી આઈ.પી.એલ મેચોમા પણ પોલીસતંત્ર ધ્વારા કરવામા આવે તેમ જણાઈ રહ્યુ છે. ભરૂચશહેરના લિંકરોડ, ઝાડેશ્વરરોડ, જી.એન.એફ.સીરોડ, પાંચબત્તી, મહંમદપુરા તથા નબીપુર, પાલેજ, વાગરા, પાદરા, કરજણ, જેવા તાલુકા લેવલે બુકીઓ આઉટ લાઈન સટ્ટો નંબર સટ્ટાખોરોની દુનિયામા ફરતા થઈ જશે. જો કે ભરૂચની એસ.ઓ.જી ધ્વારા આવકાર દાયક કામગીરી કરવામા આવી છે. તેવીજ કામગીરી આઈ.પી.એલ ની ક્રીકેટ ટુર્નામેન્ટ ની બદી દામવા પણ પોલીસ તંત્ર સફળ રહશે તે તો આવનાર દિવસોજ કહશે. જો કે ક્રિકેટ સટ્ટાના ધુરંધરો અત્યારથીજ એમની બાજી ગોઠવી દીધી છે. તેવી લોકચર્ચા ચાલી રહી છે. અગાઉ સટ્ટા બેટીંગ અંગે શક્રીય એવા અને પોલીસ તંત્ર ધ્વારા કાયદાની પકડમા આવ્યા હોય તેવા અને પકડથી બહાર હોય તેવા કરજણનો વાહીદ,પાલેજનો સુલતાન, વડોદરાનો સુમીત, ભરૂચનો દર્શન, ધવલ, ભાવીન, શોલી, અતાઉલ્લાહ અને તેમની નીચેના તેમના સાગરીતો અત્યારથીજ શક્રિય થઈ એડવાન્સમા નાણા ઉગરાવતા હોય તેવી ચર્ચાઓ પુરજોશમા ચાલી રહી છે. જો કે ચોકવાનારી બાબત એ પણ જાણવા મળેલ છે કે બુકી અને સટ્ટાખોરો આ આઈ.પી.એલ મા શક્રિય થાય તો નવાઈનઈ બાકી સટ્ટા બેટીંગ માટે અને તે પણ પાછુ આઈ.પી.એલ ટુર્નામેન્ટ મા કયાં સટ્ટા બેટીંગ કરનારા બુકીઓ તે પોલીસ તંત્ર પણ જાણતીજ હશે. જોવુ એ રહ્યુ કે ભરૂચની બાહોશ એલ.સી.બી અને સાઈબર ક્રાઈમ ની ટીમ આ બુકીઓની વ્યુરચના તોડવામા સફળ થશે…??? જાણવા મળતી માહીતી મુજબ ભરૂચ જિલ્લામા આંકડા અને જુગારના ધંધાઓ મહદઅંશે બંધ છે ત્યારે જુગાર રમવાના શોખીનો પોતાનો શોખ પૂરો કરવા ક્રિકેટ સટ્ટો રમવા તરફ વળી શકે છે. સટ્ટાબેટીંગ કરનારા માફીયાઓ એક ગણતરી પ્રમાણે ગત આઈ.પી.એલ કરતા આવનાર આઈ.પી.એલ ની ટુર્નામેન્ટમા ત્રણ થી ચાર ગણો વધારો થાય તેવી તજવીજ હાથ ધરી છે. કહેવાય છે કે બુકીઓએ પોતાના કામ ચલાવ હેડ કવાર્ટર પણ નક્કી કરી લીધુ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.