દહેજ ખાતે આવેલ આદિત્યા બિરલા પબ્લિક સ્કુલમા જંગી ફ્રી વધારો કરતા ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ ધ્વારા હલ્લા બોલ કરાયો હતો. ચોંકવાનારી માહિતી એવી પણ પ્રાપ્ત થઇ રહી છે કે મેનેજમેન્ટ ધ્વારા જો ફ્રી નહી તો રીઝલ્ટ નહી ના ધોરણે ધોરણો અપનાવતા વલીઓ વધુ મુંજવણ મા મુકાઇ ગયા છે. શાળા સંચાલકોની જો હુકની વ્યા સુધી ની છે કે વિધાર્થી ઓને તદન ખખરવજ બસોમા ફરજીયાત જવુ પડે છે. કેસરોલ નજીક આવેલ ધ આદિત્ય બિરલા પબ્લિક સ્કુલના સંચાલકો ધ્વારા વિધાર્થીઓને તોંતિગ ફ્રી વધારા સહિત ફી જમા કરાવવા દબાણ કરવામા આવી રહ્યુ છે. વાલીઓ ફ્રી નહી ભરેતો વિધાર્થીઓનુ રીઝલ્ટ નહી મળે તેવી સરમુખ્યયાર શાહી ના પગલે યુથ કોંગ્રેસ ભરૂચ ધ્વારા હલ્લા બોલ કરાયેલ જેમા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિંહ રણા , જિલ્લા યુવા પ્રમુખ શેરખાન પઠાણ , શકિલ અકુજી, જિલ્લ આગેવન પરિમલ રણા સહિત અસંખ્ય કાર્યકરો ધ્વારા હલ્લાબોલ કરવામા આવ્યો હતો. ધી આદિત્ય બિરલાઅ પબ્લીક સ્કુલમા વાલીઓ પાસે કેટલી ફ્રી વસુલ કરવામા આવે છે તેની ચકાસણી કરતા ૫૪,૦૦૦ રૂપિયા જેટલી ફ્રી, ૨૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સપોટેશન અને વગર ટ્રેનરે ચાલતા કરાતે કલાસની ફ્રી મળી કુલ રૂપિયા ૭૫,૦૦૦ હજાર જેટલી ફ્રી વસુલ કરવામા આવે છે. તાજેતરમા ફ્રી વધારા અંગે ચાલતા વિવિધ આંદોલનોના પગલે આ શાળાએ આગોતરી ચાલાકી વાપરી વાલીઓ પાસે કોરા ચેક લઈ અમે સરકારમા ફાઇલ મોકલી છે તેવી રજુઆત કરી હતી અને જે ફ્રી સરકાર ધ્વારા નક્કિ થશે તે આ કોરા ચેકમા રકમ ભરી નખાશે. તેવી સુફીયાણી વાતો કરી ચેક લઈ લીધા હતા. વાલીઓ ઉપર દબાણ વધારવા ફ્રી નહી તો પરિણામ નહી. તેમ જણાવતા ૩૧ મીની સવારે યુથ કોંગ્રેસ ના આગેવાનો તેમજ વાલીઓ સહિત હલ્લાબોલ કરવામા આવ્યો હતો. જો કે શાળા સંચાલકો એ પોલીસ બંદોબસ્ત મંગાવી યુથ કોંગ્રેસ ના આગેવાનો અને વાલીઓને શાળામા પ્રવેશતા અટકાવવા જતા ઘર્ષણ થયુ હતુ. તેમ છતા ઉપલા સ્તરે મેનેજમેન્ટ ને રજુઆત કરીશુ એમ કહી સંચાલકોએ હાથ ઉંચા કરી દિધા હતા.જો કે યુથ કોંગ્રેસ ના કાર્યક્રઓ એ ફ્રી વધારો પાછો નહી ખેંચાય તો ઉગ્ર આંદોલન અને શાળાને તાળાબંધી કરવાની ચેતાવણી આપી હતી.
આદિત્યા બિરલા પબ્લીક સ્કુલ દહેજમા ફ્રી વધારાના મુદ્દે યુથ કોંગ્રેસ નો હલ્લાબોલ
Advertisement