કોંગ્રેસની જીત નાની કરવા “ કૌન બનેગા મુખ્યમંત્રી “ નો ખેલ શરૂ કરાયો
ભાજપના ગઢ સમાન ત્રણ હિંદી ભાષી રાજ્યોમાં કારમી હાર બાદ ઓસરતા મોદી મેજીક ને ઢાંકવા હવે મુખ્યમંત્રી કોણ એવી ચર્ચા શરૂ કરાઈ છે. જો કે આ પણ કોંગ્રેસ માટે ગર્વ લેવા જેવી વાત છે કે દરેક રાજ્યમાં શાસન સંભાળી શકે તેવા એક કરતા વધુ ચહેરા છે.. જેમ એક મહિલાને પ્રસુતિની પીડા જેટલી આનંદદાયક હોય એવી જ હાઇકમાન્ડ માટે આ ગમતી જ ઘટના ગણાય..
ભાજપ આવી અર્થહીન ચર્ચા કરાવીને પોતાની રહી સહી આબરૂ ધુળમાં મેળવી રહી છે. ચુંટાયેલા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ઉઠાડી મુકીને સરપંચ પણ ના બન્યા હોય તેવા નરેન્દ્રભાઈ ને જબરજસ્તી ખુરશી પર બેસાડી દેનાર ભાજપ ક્યા મોઢે કોંગ્રેસ ને સવાલ કરે છે એ જ નથી સમજાતું.
કેશુભાઈ બાદ આનંદીબેન સાથે શું કર્યું તેનું આત્મમંથન કરે તો પણ કોંગ્રેસ ના મુખ્યમંત્રીની ચિંતા કરવાની નિર્લજતા નો અનુભવ થાય. આનંદીબેનના ગયા બાદ જે નાટક થયુ એના દીર્ગદર્શક લેખક અને નિર્માતા પણ મોદી અને શાહ જ હતા. જમણા ખિસ્સામાં રૂપાણીની ચીઠ્ઠી અને ડાબા ખિસ્સામાં નિતિનભાઈ ની ચીઠ્ઠીવાળો ખેલ હજુ ગુજરાત ભુલ્યુ નથી. નિતિનભાઈ ના સામૈયા થતા હોય અને જાન રૂપાણીની દરવાજે પહોંચી જાય ને રૂપાણીને પોંખવા પડે એ ભાજપના માંડવે જ બને.
ઉત્તર પ્રદેશમાં પણ યોગીજી નરેન્દ્રભાઈ અને અમિત શાહની પહેલી પસંદ ન્હોતા પણ ધારાસભ્યોના સંખ્યાબળ અને મોદી-શાહ વિરુદ્ધ હાય હાય ના નારાથી ગભરાઈ કમને મુખ્યમંત્રી બનાવવા પડ્યા તે સર્વવિદીત છે.
જ્યાં ચહેરો હોય ત્યાં ઠીક ના હોય ત્યાં સામુહિક નેતૃત્વવાળી દોગલાપણા નીતિ કોંગ્રેસ ક્યારેય નથી કરતી. કોંગ્રેસ ની પરંપરા રહી છે કે કોઈપણ ચુંટણી સામુહીક નેતૃત્વ હેઠળ લડાય અને સરકારનો વડો પછી નક્કી થાય. સરકાર રચવાની એક રીત હોય. પક્ષની પ્રણાલી હોય કોંગ્રેસ એને જ અનુસરી રહી છે. પણ ભાજપને દુખે છે પેટ અને કુટે છે માથું.
ભાજપે કોંગ્રેસ ના મુખ્યમંત્રી કોણ હશે એની પળોજણ છોડી મોદી વડાપ્રધાન રહેશે કે નહીં એની ફીકર કરવી જોઈએ.