વિશ્વભરમાં આજે ફેલાયેલા કોરોના નામનો વાયરસથી સમગ્ર દેશો ચિંતિત છે. ત્યારે સરકાર દ્વારા સાવચેતીના પગલાં રૂપે ચોટીલા પ્રાંત કચેરી ખાતે તા.17 માર્ચને મંગળવારે તાલુકાના તમામ ધાર્મિક સ્થળોના સંતો-મહંતો સાથે ડેપ્યુટી કલેકટરે બેઠક બોલાવી હતી. જેમાં સ્વૈછીક રીતે ધાર્મિક સ્થળો બંધ રાખવા માટે અપીલ કરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. કોરાના વાઇરસને લઇને સાવચેતીના પગલા રૂપે ચોટીલા પંથકના ધાર્મિક સ્થળો બાબતે આયોજન કરાયુ હતુ. જેમાં ચોટીલા પ્રાંત અધિકારી આર.બી.અંગારીએ તા.17-3-2020ના રોજ પ્રાંત કચેરી ખાતે તાલુકાના તમામ ધાર્મિક સ્થળો માટે બેઠક બોલાવાઈ હતી. જેમાં દરેક પોતાના ધાર્મિક સ્થળો તા.18 થી 29 માર્ચ-2020 સુધી બંધ રાખવા માટે નિર્ણય કર્યો હતો. દર્શન કરવા આવતા દર્શનાર્થીઓના સ્વાસ્થ્ય અંગે સરકાર તેમજ અમોને ચિંતા રહેતી હોવાથી સરકારના આ નિર્ણયને માન આપી તા.18-3-2020 થી તા.29-3-2020 સુધી મંદિર બંધ રહશે એમ ચામુંડા માતાજી મંદિર ડુંગરના મહંત અમૃતગિરિ બાપુએ જણાવ્યું હતું.
સુપ્રસિદ્ધ ચોટીલા ડુંગર સ્થિત ચામુંડા માતાનું મંદિર આજથી 11 દિવસ દર્શન માટે બંધ રહેશે કોરોના વાયરસની દહેશતને પગલે આ નિર્ણય લેવાયો છે.
Advertisement