Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ચોટીલા મહિલા સરપંચના પતિની દેશી બંદૂકના ભડાકે હત્યા

Share

ચોટીલા મા બે વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું,મૃતક અને આરોપી કુટુંબી સગા હોવાનું સામે આવ્યું,ચોટીલાના જીવાપર ગામ ખાતે મહિલા સરપંચના પતિની બંદૂકના ભડાકે હત્યા કરવામાં આવી છે,પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે,મળતી માહિતી પ્રમાણે મૃતક તેમજ દેશી બંદૂકમાંથી ભડાકો કરનાર બંને કુટુંબી સગા છે,અગાઉ થયેલી માથાકૂટનું મનદુખ રાખીને આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો,પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ પરાળીયાએ બે વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખીને ભરત પરાળીયા નામના વ્યક્તિ પર દેશી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું,ફાયરિંગથી ભરતની છાતીમાં છરા ઘૂસી ગયા હતા અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદમાં તેનું મોત થયું હતું,આ મામલે મૃતકના પિતાએ નાનીમોલડી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ આપી છે,પોલીસે આ મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 302, આર્મ્સ એક્ટની કલમ 25(1), (1-બી) એ,27 મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય એમએસએમઈને કરે છે સલામ.

ProudOfGujarat

ભરૂચના દાંડિયાબજારમાંથી ગાંજો તથા ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે દંપતીને ઝડપી પાડતી એ ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

ટાઈટેનિક જોવા નીકળેલા 5 અબજપતિઓના મૃત્યુ, સબમરીનનો કાટમાળ દેખાયાની થઈ પુષ્ટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!