Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર જિલ્લામાં આવતીકાલે નેશનલ લોક અદાલત યોજાશે.

Share

આવતીકાલે તા.૧૧ મી ડિસેમ્બર શનિવારના રોજ છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકા મથકોએ આવેલી ન્યાયાલયોમાં છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી આર.પી.દેવેન્દ્ર તરફથી મળતી વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં આવેલી જિલ્લા ન્યાયાલય અને તાલુકા ન્યાયાલયોમાં યોજાનારી નેશનલ લોક અદાલતમાં જિલ્લાની કોર્ટમાં ચાલતા કેસોના પક્ષકારોને સમાધાનકારી વલણ અપનાવી સુખદ સમાધાન માટે વિનંતી કરવામાં આવી છે. જિલ્લાની તમામ બેન્કો અને વ્યાપારી સંસ્થાઓને પણ આ લોક અદાલતનો લાભ લેવા છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લામાં યોજાનાર આ લોક અદાલતમાં સંબંધિત વ્યક્તિઓને તેનો યોગ્ય લાભ લેવા માટે હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

લઠ્ઠાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા આવેદન પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બારે મેઘ ખાંગા, અનેક સ્થળે મકાનો અને વૃક્ષ ધરાસાઈ થતા, બે લોકો ઇજાગ્રસ્ત તો પાંચ જેટલા વાહનોને નુકશાની.

ProudOfGujarat

પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસની ઉજવણી, મંહતસ્વામી અને અન્ય સંતો દ્વારા દિક્ષા અપાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!