ઈન્ડિયન સ્કુલ ઓફ માઈક્રોફાઈનાસ ફોર વુમન બેન્ક ઓફ બરોડા અને આર.બી.આઈ ના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે નાણાકીય સાક્ષરતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. તેમાં BOB ના લીડ બેન્ક મેનેજર તેમજ મધ્ય ગુજરાત પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર ક્રિશ્રિયન આલ્વીન સેમ્યુઅલ તેમજ નાબાડૅ બેન્ક DDM સાહેબ તેમજ Rseti ડાયરેક્ટર F.C પંચમહાલ ચેતનાબેન રાઠોડ દ્વારા કેન્દ્રનુ ઉદ્ઘાટન કર્યું. તેમજ પ્રોજેકટ વિશેની માહિતી મધ્ય ગુજરાત પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર ક્રિશ્રિયન આલ્વીન સેમ્યુઅલ દ્વારા નાણાકીય સાક્ષરતા વિશે માહિતી આપવામાં આવી હતી.
જેનો મુખ્ય હેતુ ગામડાના છેવાડાના માનવી સુધી બેન્ક ઓફ બરોડા દ્વારા ચાલતી અલગ અલગ સહાય અને યોજનાઓ વિશે લોકોને જાણકારી મળે લોકો જાગૃત થાય અને આર્થિક રીતે સદ્ધર બંને તેમજ યુ.પી.આઈ એપનો ઉપયોગ કરતા શીખે તે માટે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માં F.C (financial counsellor ) તરીકે પુષ્પાબેન સોલંકી, પાવી જેતપુરમાં A.F.C તરીકે શ્રી ગુરજી રાઠવા, સંખેડામાં A.F.C તરીકે શૈલેષ બારીયાની નિમણુક કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મધ્ય ગુજરાત પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર ક્રિશ્રિયન આલ્વીન સેમ્યુઅલનાં માગૅદશૅન હેઠળ કરવામાં આવ્યું.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર