Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : રંગપુર પોલીસે રૂ.12.68 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો.

Share

છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જિલ્લાની બોર્ડર ઉપર આવેલ ફેરકુવા ચેકપોસ્ટ ઉપર આઇસર ટેમ્પમાં લઈ જવાતો રૂપિયા 12,68,700 નો ભારતીય બનાવટનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. રંગપુર પીએસઆઈ એન.એમ.ભુરીયા રંગપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે ફેરકુવા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે સમય દરમિયાન મધ્યપ્રદેશ ચાંદપુર તરફથી એક આઇસર ટેમ્પો આવતો હતો. તેમાં લીલાં મરચાંની બોરીઓ ભરેલ હતી. જે મરચાની બોરીઓ હટાવી ચેક કરતા તે બોરીઓની નીચે સંતાડી લઈ જવાતો ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જુદી જુદી બ્રાન્ડનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અંધારાનો લાભ લઈ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો .પોલીસે કિં.રૂ. 12,68,700 નો પ્રોહી મુદ્દામાલ તથા આઇસર ટેમ્પો કિ.રૂ. 5.00.000 ની સાથે મળી કિં.રૂ. 17,68,700 નો મુદ્દામાલ ઝડપી પાડી આઇસર ટેમ્પોના ચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

વડોદરામાં તા. 5 અને 6 એ અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી.

ProudOfGujarat

ટાઈટેનિક પછી ફરી એકવાર ‘કેદારનાથ’માં દેખાશે ઈન્ટેન્સ લવ સ્ટોરી

ProudOfGujarat

વડોદરા: ડભોઇ તાલુકાના વાયદપુરા ગામનાં શિક્ષક દંપતીનું કન્યા કેળવણી પ્રોત્સાહક સરાહનીય કાર્ય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!