Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર પાલિકા પ્રમુખ તરીકે સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ જાહેર…

Share

છોટાઉદેપુર પાલિકા ખાતે તા. 24 નવેમ્બરે પાલિકા પ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારી કલ્પેશ ઉનટકરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના સભ્ય સંગ્રામસિંહ નારણભાઈ રાઠવા પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર થયા હતા. છોટાઉદેપુર પાલિકા પૂર્વ પ્રમુખ નરેન જયસ્વાલ સામે અગાઉ 20 સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મૂકી હતી. જે ઉપપ્રમુખે બોલાવેલી ખાસ સામાન્ય સભામાં પસાર થઈ જતા નરેન જયસવાલ પ્રમુખ પદેથી દૂર થઈ ગયા હતા. પ્રમુખની જગ્યા ખાલી પડતા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સંગ્રામસિંહ રાઠવા સામે અન્ય કોઈ ઉમેદવાર ન હોય બિનહરીફ જાહેર થયા હતા.

પ્રમુખપદના દાવેદાર તરીકે બહુજન સમાજ પાર્ટીના ઝાકિરભાઈ દડી અને નેહાબેન જયસવાલે પ્રમુખપદ માટે ફોર્મ ભર્યા હતા. પરંતુ બંને ફોર્મ પરત ખેંચી લેતા સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ જાહેર થયા હતા.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ભરૂચનાં પ્રાચીન નિલકંઠ મહાદેવની ભવ્ય પાલખી શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમનાં વધતાં જતાં નાણાંકીય છેતરપિંડીનાં બનાવોમાં રૂ.33,182 રિફંડ કરાવી આપતી ભરૂચ સાયબર સેલ પોલીસ.

ProudOfGujarat

બુલેટ ટ્રેનમાં મુસાફરી કરીને આવતા મુસાફરોને એક જગ્યાએથી મેટ્રો-બીઆરટીએસની સુવિધા મળી શકશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!