Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુરમાં બેવડી ઋતુથી શરદી – ખાંસી – તાવનાં કેસમાં વધારો…

Share

છોટાઉદેપુર પંથકમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને કારણે બેવડી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે. બપોરે તાપ તથા રાત્રીના તથા વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થાય છે. જેના કારણે હાથપગ સાંધાના દુ:ખાવા શરદી, ખાંસી, તાવ, વાયરલ ફીવર જેવી બીમારીનો પ્રજા સામનો કરી રહી છે. બેવડી ઋતુ ઠંડી – ગરમીના કારણે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં વાયરલ ફીવર શરદી, ખાંસી, હાથપગના દુઃખાવા જેવા છેલ્લા 15 જેટલા દિવસોથી 200 થી 250 જેટલી ઓપીડી આવી રહી છે તેમ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અનિલભાઈ ધાકરે જણાવ્યું હતું.

ઠંડી અને ગરમી તથા વાદળ છાયા માહોલને કારણે ભારે શરદી અને ખાંસીના અનેક કેસ નોંધાઇ રહ્યા છે. નગરમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. મચ્છરોના ત્રાસથી ડેન્ગ્યુ તથા મેલેરિયા જેવા કેસોમાં વધારો થવાની ભીતિને લઇ તંત્ર દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરી સમસ્યાનો નિકાલ કરવાની પ્રજાની માંગ છે.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ભરૂચ 108 ના કર્મચારી એ બે મહિના માં ચાર થી વધુ વાર એમ્બ્યુલન્સ માં ડિલિવરી કરાવી માનવતા નો ઉત્તમ ઉધાહરણ પૂરું પાડ્યું હતું.

ProudOfGujarat

વડોદરા : વિદેશી દારૂનાં જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરતી પાણીગેટ પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર : માં શારદા ભવન હોલ ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!