છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે એકલવ્ય તીરંદાજી એકેડેમી ઉપર રાજ્ય કક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં આ સ્પર્ધાને ખુલી મુકવામા માટે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી તેમજ ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચોહાણ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા અને એકલવ્ય એકેડેમીના કોચ દિનેશ ડુ.ભીલ દીપ પ્રાગટયા કરી સ્પર્ધા ખુલી મૂકી હતી.
જયારે આ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા અમરાવતી મહારાષ્ટ ખાતે તારીખ 20/11/2021 થી 30/11/2021 સુધી રમવા જશે. જયારે નસવાડી ખાતે તીરંદાજી ખેલાડીઓ માટે જિલ્લામાં સૌથી મોટું મેદાન છે છોટાઉદેપુર રમત ગમત વિભાગ દ્વારા અનેક સ્પર્ધા નસવાડી ખાતે તીરંદાજીની રાખવામાં આવે છે જેનાથી નસવાડી તીરંદાજી રમતનું હબ બની ગયું છે. નસવાડી તાલુકો તીરંદાજી રમતમાં અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં આપ્યા છે અને હવે અંતરરાષ્ટ્રીય કક્ષા અને ઓલમ્પિકની ગેમમાં સ્થાન મેળવવા માટે થનગની રહયા છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
છોટાઉદેપુર : નસવાડી ખાતે એકલવ્ય એકેડેમી ઉપર રાજ્ય કક્ષાની સબ જુનિયર તીરંદાજી સ્પર્ધા યોજાઈ.
Advertisement