છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર, ફતેપુરા ખાતે જિલ્લા પોલીસવડાની નવી કચેરી અદ્યતન સુવિધાઓથી સુસજ્જ કરી બનાવવામાં આવેલી છે. જે અંદાજિત રૂપિયા 11 કરોડના ખર્ચે નવી બની છેલ્લા એક વર્ષથી ધૂળ ખાઈ રહી છે અને હાલમાં જૂની ભાડાની બિલ્ડિંગમાં કાર્યરત છે. છોટાઉદેપુર જિલ્લો 2013 માં અમલમાં આવ્યો જેને આજે 8 વર્ષ જેવો સમય થઇ ગયો ત્યારથી જિલ્લા પોલીસવડાની કચેરી રાજા રજવાડાની માલિકીની બિલ્ડિંગમાં ઓલ્ડ પેલેસ કમ્પાઉન્ડ ખાતે માસિક ભાડેથી ચાલે છે.
પરંતુ સરકારે 11 કરોડના ખર્ચે અદ્યતન બનાવેલી 4 માળની જિલ્લા પોલીસ વડાની કચેરી ઉદ્ઘાટનના અભાવે ધૂળ ખાઈ રહી છે. આવનાર ચૂંટણીની તારીખો પહેલા પેહલા ઉદ્ધાટન થઈ જશે તેમ લાગી રહ્યું છે. જાણવા મળ્યા મુજબ ભાડાના મકાનમાં ચાલતી કચેરીઓમાં નાના રૂમો છે. અધિકારીઓને બેસવા પૂરતી સુવિધાઓ નથી. પ્રેસ કોન્ફરન્સ માટે હોલની સુવિધા પણ નથી. કર્મચારીઓને બેસવામાં તકલીફ પડે છે. જો નવી અદ્યતન બનાવેલી કચેરી કાર્યરત થાય તો ઘણી બધી સમસ્યાઓથી છૂટકારો મળે તેમ છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર