છોટાઉદેપુર જીલ્લાના શિક્ષિત આદિવાસી યુવાનો સમાજમાં શિક્ષણ, જાગૃતિ અને એકતા માટે સતત નવીનત્તમ કાર્યક્રમો કરી રહ્યા છે. પાવીજેતપુરના કરશન ગામના યુવાન સંદીપભાઈ રાઠવા જેઓ અભ્યાસથી ઈજનેર છે અને અમદાવાદમાં નોકરી કરી રહ્યા છે. તેઓના એક વિચારથી રાંચી કોન્ટેસ્ટનું આયોજન કર્યું જેમાં સફળ થશે તે યુવાનોને વિમાન માર્ગે ઝારખંડના ખૂંટી જિલ્લામાં આવેલા બિરશા મુંડાની જન્મ ભૂમિ ઉલિહાતુનો પ્રવાસ કરાવવા પ્રોત્સાહક કાર્યક્રમ બાનાવ્યો છે.
યુવાનો, વડીલો સાથે ચર્ચા કરી દરેક સાથે સંમતિ ઉભી થતાં કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી અને જિલ્લાના દરેક તાલુકામાં કેટલાક યુવાનોને જવાબદારીઓ વહેંચવામાં આવી. આ જવાબદારીઓમાં છોટાઉદેપુર તાલુકામાં ૨૧ થી ૨૮ વર્ષના યુવાઓ માટે ડૉ. રાજેશભાઈ રાઠવા, ૯ થી ૧૪ વર્ષ માટે નવનીતભાઈ રાઠવા, ૧૫ થી ૨૦ વર્ષ માટે અર્જુનભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકામાં ગુરજીભાઈ રાઠવા, અજયભાઈ રાઠવા, જયદીપભાઈ રાઠવા,વિઠ્ઠલભાઈ રાઠવા, નસવાડી તાલુકામાં ટીના ભાઈ રાઠવા, અશ્વિનભાઈ રાઠવા, સુરેશભાઈ રાઠવા, કવાંટ તાલુકામાં રાઠવા મહેશભાઈ અંગરીયાભાઈ, ઘનશ્યામ રાઠવા, રોકીભાઈ રાઠવા, બોડેલી તાલુકામાં જૈમિન રાઠવા, મિતેષ રાઠવા, ઉમેશ રાઠવા, સંખેડા તાલુકામાં કલ્પેશ રાઠવા, મિતેષ રાઠવા, સુનિલભાઈ રાઠવા તેમજ સમગ્ર જિલ્લાની બહેનો માટે મેઘનાબેન રાઠવાને જવાબદારીઓ આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમની જાહેરાત યુ ટ્યુબ ચેનલ ચલાવતા કવાંટના ઘનુંભાઈ રાઠવા દ્વારા જાહેરાત કરવામાં આવી અને તે ઉપરાંત સામાજીક વોટ્સએપ ગૃપો દ્વારા તેની જાહેરાત કરવામાં આવી. આ કાર્યક્રમને યુવાનો, વિધાર્થીઓએ ઉમળકાભેર સ્વીકાર્યો અને માત્ર ચાર પાંચ દિવસમાં ૩૧૭ ની સંખ્યામાં તે માટે નામો આવ્યા. ત્યારબાદ આ કોન્ટેસ્ટમાં ભાગ લેનારા ઓને તેમની ઉંમરના ત્રણ ગ્રુપમાં વહેંચીની અલગ અલગ પ્રશ્નપત્રો કાઢીને કોન્ટેસ્ટ યોજવામાં આવ્યો. 9 થી 20 વર્ષના તમામ પ્રશ્નપત્રોની જેહમત ઉપાડી હોય એવા િશક્ષણમાં કાર્યરત બંને દંપતી રાઠવા રણજીતભાઈ અને રાઠવા કુમુદબેન. આમ કોન્ટેસ્ટ ત્રણ રાઉન્ડમાં રાખવામાં આવ્યો. તેમજ 21 થી 28 વર્ષના તમામ પેપર ડૉ. રાજેશ રાઠવાની સેવા લેવાઈ તેમાં પ્રથમ રાઉન્ડ લેખીતમાં અને બીજો અને ત્રીજો રાઉન્ડ મૌખિક ઈન્ટરવ્યુ રાખીને દરેક ગ્રુપમાંથી એક એમ ત્રણ જણની પસંદગી કરવામાં આવી. જેમાં (1) 9 થી 14 વર્ષમાં રાઠવા સાહિલભાઈ ભણાભાઈ ગામ હરદાસપુર (2) 15 થી 20 વર્ષ માં રાઠવા નનબુભાઈ ગુજીયાભાઈ ગામ ભોરધા (3) 21 થી 28 વર્ષમાં રાઠવા પ્રભાતભાઈ સનીયાભાઈ આમ આ ત્રણે યુવાનો સફળ રહ્યા. ફાઇનલ રાઉન્ડનું સ્થળ ભાષા કેન્દ્ર તેજગઢ રાખવામાં આવ્યું હતુ.
ડૉ. રાજેશભાઈ રાઠવા દ્વારા આયોજિત કાર્યક્રમમાં સફળ વિજેતાઓની ઘોષણા માટે બોડેલી પબ્લીક હોસ્પિટલના ડૉ. જિતેન્દ્રભાઈ રાઠવા આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી અશોકભાઈ ચૌધરી, ગુજરાતના સંયોજક ડૉ. શાંતિકર વસાવા, તેમજ અન્ય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ટેસ્ટમાં વિજેતાઓની જાહેરાત જેમણે ગુજરાતમાં કોરોનાના પ્રથમ દર્દીને સાજો કર્યો હતો અને કોરોનામાં ગુજરાતમાં સૌથી ઉત્તમ કામગીરીનો જેમને એવોર્ડ આપવામાં આવ્યો હતો તેવા ડૉ. અશ્વિનભાઈ વસાવાએ કરી હતી. કોન્ટેસ્ટમાં ભાગ લેનારા તમામ યુવાનો આ કાર્યક્રમને ખુબ બિરદાવ્યો હતો. દરેકને તેમાંથી કંઈક નવું શીખવા મળ્યાનો અનુભવ થયો હતો.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર